વૈજ્ઞાનિકોની બીજી નોટિસ, ધરતીને બચાવવા ઓછો છે સમય

Nov 14, 2017, 11.59PM IST
VIEW IN APP
Send Push Translate
વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી ધરતીને બચાવવાનો ઓછો સમય હાથમાં રહી ગયો છે. આ ચેતવણી વૈજ્ઞાનિકોના સૌથી મોટા સમૂહે આપી છે. તેમણે જણાવ્યું છે કે જો તરત જ પગલાં લેવામાં ના આવ્યા તો પૃથ્વીને ભારી નુકસાન થશે. દુનિયાના આશરે 184 દેશના 15 હજાર વૈજ્ઞાનિકોએ બાયોસાયન્સ જનરલના આર્ટિકલ ‘વર્લ્ડ સાઇન્ટિસ્ટ વોર્નિંગ ટુ હ્યૂમિનિટીઃ અ સેકન્ડ નોટિસ’ પર સાઇન કરી હતી. ધરતીને લઇને આ સૌથી મોટું સંમેલન હતું જેમાં દુનિયાભરના વૈજ્ઞાનિકોએ હાજરી આપી હતી. આ વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે આપણે રોજબરોજની કુટેવો છોડવી જોઇશે. ગ્લોબલ વોર્મિંગ સહિતના કારણ જવાબદાર વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર પૃથ્વી સામે અનેક પડકારો છે. જેમ કે વૃક્ષછેદન, ઓઝોન લેયરમાં છિદ્ર, વાતાવરણમાં પલટો વગેરે. આ બધાં વિશે 25 વર્ષ પહેલા ચેતવણી આપવામાં આવી હતી. જોકે, એક સ્ટડી અનુસાર હાલાત વધારે ખરાબ થઇ ચૂક્યાં છે. તાજા પાણીમાં 26 ટકા જેટલો ઘટાડો થયો છે. અને 300 મિલિયન એકડ જંગલનો નાશ થઇ ચૂક્યો છે. આ 25 વર્ષમાં સ્તનધારી જીવ, પક્ષીઓ વગેરેમાં 29 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે જ મહાસાગરના ડેડઝોનમાં પણ 75 ટકાનો વધારો થયો છે. હજુ ઠીક થઇ શકે છે હાલત રિસર્ચ આર્ટિકલ અનુસાર હાલાત ખતરનાક થઇ રહ્યાં છે પરંતુ તેને હજુ પણ ઠીક કરી શકાય છે. વૈજ્ઞાનિકોએ સલાહ આપી છે કે જો જનસંખ્યાને ઓછી કરવાના ઉપાય કરવામાં આવે, માંસાહાર રોકવામાં આવે તેમજ શાકાહારી ખાવા પર વધારે ધ્યાન આપવામાં આવે. સોલર એનર્જીનો ઉપયોગ કરાય તો નુકસાન ઓછું થઇ શકે છે. આ માટે મીડિયા, પ્રોફેસર અને સામાજીક સંગઠનોએ આગળ આવવું જોઇશે.
Push Details
Title of the push
Copy
Deeplink of the push
Share url
Copy