Hero Image

માફિયા મુખ્તાર અંસારીને મળી મોટી રાહત, 23 વર્ષ જૂના કેસમાં છોડવામાં આવ્યો નિર્દોષ

GSTV

પૂર્વાચલના માફિયા ડોન મુખ્તાર અંસારી સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. યુપીના મુખ્તાર અંસારીને એસીજેએમ કોર્ટ લખનઉમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે માફિયા ડોન મુખ્તાર અંસારી, લાલજી યાદવ, યુસુફ ચિશ્તી અને આલમને એક કેસ જે 23 વર્ષ જૂનો હતો, તેમાં નિર્દોષ જાહેર કર્યો છે.

સમગ્ર મામલો લખનઉ જેલમાં જેલ કર્મચારીઓની સાથે થયેલી મારપીટનો હતો.

આ કેસમાં આલમબાગ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2000માં આઈપીસીની ધારા 147, 336, 353 અને 506 અંતર્ગત એફઆઈઆર નોંધાઈ હતી. લખનઉમાં થયેલા આ કેસમાં હાલ તમામ આરોપીઓ જામીન પર છે. કોર્ટે કહ્યું કે આરોપીઓ પર લગાવવામાં આવેલા આરોપને સાબિત કરી શકાયા નથી. એસીજેએમ તૃતીય લખનઉ અમ્બરીશ કુમાર શ્રીવાસ્તવે તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યા છે.

READ ALSO…

  • Coronavirus / છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 301 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ
  • ભારતીય ક્રિકેટર કેદાર જાધવના પિતા ગુમ થયા, ખેલાડીએ કરી છે આ અપીલ
  • માફિયા મુખ્તાર અંસારીને મળી મોટી રાહત, 23 વર્ષ જૂના કેસમાં છોડવામાં આવ્યો નિર્દોષ
  • The post માફિયા મુખ્તાર અંસારીને મળી મોટી રાહત, 23 વર્ષ જૂના કેસમાં છોડવામાં આવ્યો નિર્દોષ appeared first on GSTV.

    READ ON APP