Hero Image

ગીરની પ્રખ્યાત કેસર કેરીના આંબાઓમાં આવ્યું ખરણ, ખેડૂતોમાં ચિંતા વ્યાપી

GSTV

ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરી બજારમાં આવશે. પરંતુ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે. કારણ કેસર કેરીના આંબાઓમાં ખરણ આવ્યું છે. ખરણ એટલે કે આંબા પરથી ખાખડી(મધ્યમ કદની કેરી) ખરવા લાગી છે, જેથી ખેડૂતો અને ઇજારદાર પરેશાન બન્યા છે.

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર વિસ્તારનાં આંબાવાડીના દરેક આંબામાં કેરીઓ ઝૂલી રહી છે, તો સાથે આંબાનાં નીચેનાં ભાગે સંખ્યાબંધ કેરીઓ ખરી ગઈ છે, આથી આંબાવાડીના માલિક એવા ખેડૂતો અને ઇજારદાર ચિંતામાં મુકાયા છે.

ઇજારદારને એ ચિંતા સતાવી રહી છે કે ખેડૂતને નક્કી કરેલી રકમ ચૂકવવાની છે તો બીજી તરફ માર્કેટની અંદર નાની કેસર કેરીના એક કિલોના પાંચ રૂપિયા ભાવે વેચાઈ રહી છે.

બીજી તરફ આંબાઓમાં ફૂટ પણ થઈ રહી છે તેને લઈને કેસર કેરી વધુ પ્રમાણમાં ખરી રહી છે કરી રહી છે,  તો દસ દિવસ પહેલા જે નાની કેસર કેરીના એક કિલોના ભાવ 50 થી 60 રૂપિયા હતો તે કેસર કેરી આજે પાંચ રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે.  ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર ૪૦ ટકા આવે એવી સંભાવના ખેડૂતો અને ઇજારદારો વ્યક્ત કરી રહ્યા છે

ખેડૂતને એ મૂંઝવણ છે કે કેસર કેરીના આંબાઓમાં જો આમજ ખરણ રહેશે તો ઇજારદાર બાકીની રકમ આપશે કે કેમ?

કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વર્ષે એક સ્ટેપની અંદર ફ્લાવરિંગ આવ્યું છે બાકીનું જે બીજો અને ત્રીજા સ્ટેપમાં નહિવત ફ્લાવરિંગ આવ્યું છે. તેમાં પણ રાત્રિના સમયે ઝાકળ અને દિવસની ગરમી પડવાને લઈ ખરણની પ્રક્રિયામાં વધારો થયો છે. તેની સાથે સાથ બીજા અને ત્રીજા સ્ટેપનું જે ફ્લાવરિંગ નથી આવ્યું તેવા આંબાઓમાં હવે નવા પાંદડાઓ આવી રહ્યા છે તે કુદરતી પ્રક્રિયા છે અને તેમાં કોઈ ફેરફાર થઈ ન શકે.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/GXUA3KVsFNPIfSJ5NlzmDT

GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli

READ ALSO

READ ON APP