Hero Image

BJP Candidateની નવી યાદી જાહેર, લદ્દાખના સાંસદ જામયાંગની ટિકિટ કપાઈઃ જાણો કોણ છે નવા ઉમેદવાર

GSTV

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 પહેલા લદ્દાખના વર્તમાન સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલની ટિકિટ રદ કરી દીધી છે. મંગળવારે ભાજપના ઉમેદવારોની 14મી યાદી હેઠળ પાર્ટી દ્વારા આ બેઠક માટેના નવા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. બીજેપીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીએ આ સીટ માટે તાશી ગ્યાલસનના નામને મંજૂરી આપી દીધી છે.

પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં આ માહિતી આપી છે.

આ પણ વાંચોઃ IPL 2024 : સંદીપ શર્માની શાનદાર બોલિંગ સામે મુંબઈના બેટરો પાણીમાં બેસી ગયા, અનસોલ્ડ રહ્યા બાદ 5 વિકેટ ખેરવી

તાશી ગ્યાલસન વ્યવસાયે વકીલ છે, જેઓ પાછળથી રાજકારણમાં વળ્યા છે. તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળેલો છે. અને હાલમાં લેહમાં લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ/CEC છે. આ સીટ પર ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા) અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) વચ્ચે ખરાખરીનો જંગ માનવામાં આવી રહ્યો છે. ઈન્ડિયા એલાયન્સ તરફથી નવાંગ રિગ્ઝિન જોરાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જેઓ કોંગ્રેસ પાર્ટીના છે.

લદ્દાખમાં કયા તબક્કામાં મતદાન થશે?

કારગિલ અને લેહ જિલ્લાઓમાં ફેલાયેલા આ સંસદીય ક્ષેત્રમાં અંદાજે ત્રણ લાખ મતદારો છે. લદ્દાખ સીટ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 3 મે, 2024 છે, જ્યારે નોમિનેશન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 6 મે છે. આ વિસ્તારમાં સામાન્ય ચૂંટણી પાંચમા તબક્કા હેઠળ 20 મે, 2024ના રોજ મતદાન થશે.

લોકસભાની ચૂંટણી આ વખતે સાત તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલ, 2024 (102 બેઠકો પર) મતદાન થઈ ચૂક્યું છે. જ્યારે બીજા તબક્કાનું 26 એપ્રિલે 89 સીટો માટે થશે. 7 મેના રોજ ત્રીજા તબક્કામાં 94, ચોથા તબક્કામાં 96 બેઠકો પર 13 મે ના રોજ મતદાન થશે. 20 મેના રોજ 49 લોકસભા બેઠકો પર પાંચમા તબક્કાનું મતદાન થશે. છઠ્ઠા તબક્કા હેઠળ 25 મેના રોજ 57 અને સાતમા તબક્કા હેઠળ 1 જૂને 57 લોકસભા બેઠકો પર મતદાન થશે. તમામ સીટોનું પરિણામ 4 જૂન, 2024 ના રોજ જાહેર કરવામાં આવશે.

ગુજરાત સહિત દેશ-વિદેશના સમાચારો તેમજ બિઝનેસ, જ્યોતિષ, એન્ટરટેઇન્મેન્ટ સહિતના લેટેસ્ટ સમાચાર મેળવવા માટે GSTVના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ https://chat.whatsapp.com/GXUA3KVsFNPIfSJ5NlzmDT GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો
  https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1 READ ALSO
  • 6 વીંટી, થીક લાઇનર અને ફરવાળી ડ્રેસ, શહેનાઝ ગિલનો આ કિલર લુક થયો વાયરલ
  • Lok Sabha: પશ્ચિમ બંગાળે 18 બેઠકો આપી તો રામ મંદિર આપ્યું, 35 સીટો આપો તો હું ઘૂસણખોરી રોકી દઈશઃ અમિત શાહ
  • બ્રિટીશ એરવેઝની બેજવાબદારી / કોઈ ઇન્ટિમેશન વિના મુંબઈ-લંડન ફલાઇટ રદ્દ કરી, કાજલ ઓઝા વૈદ્ય સહિત અનેક મુસાફરો અટવાયાં
  • The post BJP Candidateની નવી યાદી જાહેર, લદ્દાખના સાંસદ જામયાંગની ટિકિટ કપાઈઃ જાણો કોણ છે નવા ઉમેદવાર appeared first on GSTV.

    READ ON APP