Hero Image

સલમાન ખાનના ઘર પર જે ગનથી ફાયરિંગ થયું તે તાપી નદીમાં ફેંકી દેવાઈ, આરોપીઓને સાથે રાખી સુરતમાં તપાસ

GSTV

બોલીવૂડના સુપર સ્ટાર મનાતા સલમાન ખાનના ઘર પર થોડા દિવસો અગાઉ ફાયરિંગ થયું હતું. આ ચકચારી ફાયરિંગ કેસમાં મુંબઈની ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપીઓને કચ્છથી ઝડપી પાડવામાં આવ્યાં હતાં. ત્યારે પકડાયેલા બન્ને આરોપીઓએ જે ગનથી ફાયરિંગ કર્યું હતું. તે ગન સુરતથી પસાર થતી વખતે તાપી નદીમાં ફેંકી દેવામાં આવી પૂછપરછમાં ખુલ્યું હતું.

જેથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સહિતની ટીમ દ્વારા આરોપીઓને સાથે રાખી સુરતની તાપી નદીમાં તપાસ કરવામાં આવી હતી.

ટ્રેનમાંથી ગન ફેંકી દીધી

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરીને આરોપીઓ ટ્રેનમાં બેઠા હતાં. ટ્રેન સુરતની તાપી નદી પર અશ્વિનીકુમાર ખાતે લોખંડનો રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન આરોપીઓએ ગન તાપી નદીમાં ફેકીં દીધી હોવાની કેફિયત ભૂજથી પકડાયા બાદ પોલીસ સમક્ષ રજૂ કરી હતી. જેથી મુંબઈની ક્રાઈમ બ્રાંચની ટીમ સુરત આવી પહોંચી હતી. સુરતની તાપી નદીમાંથી ગન શોધવા માટે તરવૈયાઓને ઉતારવામાં આવ્યાં હતાં.

આરોપીઓને સાથે રાખી રી-કન્સ્ટ્રક્શન

મુંબઈમાં એન્કાઉન્ટર માટે જાણીતા દયા નાયકની આગેવાનીમાં બન્ને આરોપીઓને સુરત લાવવામાં આવ્યાં હતાં. વહેલી સવારથી આરોપીઓને સાથે રાખીને બ્રિજ પરથી તાપી નદીમાં કેવી રીતે ગન ફેંકી તેનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સાથે જ તરવૈયાઓને તાપી નદીના પાણીમાં ઉતારીને ગન શોધવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં પોલીસના ધામા રહેતા સ્થાનિકોમાં પણ ભારે ઉતેજના જોવા મળી હતી.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/GXUA3KVsFNPIfSJ5NlzmDT

GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli

READ ON APP