Hero Image

'જનતાનો ગદ્દાર' લખેલા બેનર સાથે સુરતમાં વિરોધ, નિલેશ કુંભાણીના ઘર સામે કોંગ્રેસના કાર્યકરોનું હલ્લાબોલ

GSTV

સુરતમાં નાટકીય ઢબે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પોતાના ટેકેદારો સામે મિલિભગતમાં પોતાનું ફોર્મ રદ્દ કરાવ્યું હતું. જેને લઈને કોંગ્રેસના મોવડી મંડળથી લઈને નેતાઓ અને કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી રહી હતી. ત્યારે આજે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જનતાનો ગદ્દાર અને લોકશાહીનો હત્યારો લખેલા બેનર સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરનારની પોલીસે અટકાયત કરી હતી.

ગોવામાં જલસા કરે છે-મહિલા કાર્યકરનો આક્ષેપ

કોંગ્રેસની મહિલા કાર્યકરે કહ્યું કે, નિલેશ કુંભાણી જનતાને ગુમરાહ કરીને સુરતથી ગોવા નાસી ગયો છે. અહિં જનતા વતી અમે જવાબ માગવા આવ્યા છીએ. તેનો ફોન બે દિવસથી બંધ આવે છે. સુરતની પ્રજા ત્રસ્ત છે અને એ ગોવા નાસી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેના સંબંધીઓ સાથે તે મળીને કોંગ્રેસ જ નહીં લોકશાહીની પણ હત્યા કરી છે.

કુંભાણીએ મતદારો સાથે દ્રોહ કર્યો

પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ કહ્યું કે, સુરતમાં લોકશાહીની હત્યા થઈ છે. ભાજપનો ઉમેદવાર જીત્યો છે. પરંતુ કોંગ્રેસના નેતાએ જે મતદારો સાથે દ્રોહ કર્યો છે. તેને લોકો માફ નહીં કરે. કોંગ્રેસે વિશ્વાસ રાખીને ટીકિટ આપીને તેણે વિશ્વાસ ઘાત કર્યો છે. ત્યારે અમે જવાબ લેવા માટે ગદ્દારના ઘરે આવ્યાં છીએ.

નિલેશ કુંભાણીના ઘરે તાળા

નિલેશ કુંભાણી ફોર્મ રદ્દ થયા બાદ હાઈકોર્ટ કે અન્ય કોઈ પગલાં ભરવાની જગ્યાએ ગૂમ થઈ ગયા છે. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ તેમના ઘરે તાળા જોયા હતા.જેથી તેમના ઘરની બહાર જ બેનર ચોટાડ્યાં હતાં. તેમજ તેમના ઘરની આસપાસ પણ નારેબાજી કરી હતી. જેથી પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/GXUA3KVsFNPIfSJ5NlzmDT

GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli

READ ON APP