Hero Image

6 વીંટી, થીક લાઇનર અને ફરવાળી ડ્રેસ, શહેનાઝ ગિલનો આ કિલર લુક થયો વાયરલ

GSTV

‘બિગ બોસ 13’થી ફેમસ થયેલી શહેનાઝ ગિલ થોડા જ સમયમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળ રહી છે. તેની બબલી સ્ટાઇલ દરેકને પસંદ આવે છે. તેના ગ્લેમરસ લુક સોશિયલ મીડિયામાં અવાર-નવાર વાયરલ થતા રહે છે. આજે શહેનાઝ ગિલની કેટલીક બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગ્રીન ફરવાળા ડ્રેસમાં તેનો આ બોલ્ડ અંદાજ કોઈ પણ બી-ટાઉન એક્ટ્રેસને ટક્કર આપે એવો છે.

‘બિગ બોસ’નો ભાગ બન્યા બાદ શહેનાઝ ગિલે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તે સતત જુદા-જુદા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે. શહેનાઝનું આ ફોટોશૂટ તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે. તેનો સ્ટાઇલિશ લુક કોઈને પણ દીવાના બનાવી શકે છે. શહેનાઝ છેલ્લા કેટલાક સમયથી નવા અવતારમાં જોવા મળી રહી છે. તેની ડ્રેસિંગ સેન્સ પહેલા કરતા ઘણી બદલાઈ ગઈ છે. ફેન્સને તેનો લુક ગમે છે. જોકે, કેટલાક લોકો તેને ટ્રોલ કરતા પણ જોવા મળે છે. ફોટોમાં શહેનાઝે ફરવાળો કોટ પહેર્યો છે. આ સાથે તેણે ઉંચા બૂટ પહેર્યા છે. તેણે હાથ અને કાનમાં આકર્ષક એક્સેસરીઝ પહેરી છે.
આ સિવાય તેની હેરસ્ટાઈલ પણ મજબૂત લાગે છે. તેનો કમ્પ્લીટ લુક ખૂબ જ અદભુત છે. શહેનાઝ બેક ટૂ બેક ધમાકેદાર પોઝ આપી રહી છે. તેના ચહેરાના હાવભાવ જોવાલાયક છે. દરેક ફોટોમાં તેની સ્ટાઇલ ધમાકેદાર છે. બિગ બોસથી લઈને અત્યાર સુધીનું શહેનાઝનું ટ્રાન્સફોર્મેશન જોવા જેવું છે. થોડી જ વારમાં શહેનાઝની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર 17 મિલિયનથી વધુ લોકો તેને ફોલો કરે છે.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/GXUA3KVsFNPIfSJ5NlzmDT

GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli

Inline Related Posts

The post 6 વીંટી, થીક લાઇનર અને ફરવાળી ડ્રેસ, શહેનાઝ ગિલનો આ કિલર લુક થયો વાયરલ appeared first on GSTV.

READ ON APP