Hero Image

ઓપરેશન બિનહરીફ : જો કોંગ્રેસે આ નેતાને ટિકિટ આપી હોત તો રાજકોટમાં પણ સુરતવાળી થાત, વસાવડાનો ઘટસ્ફોટ

GSTV

સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા પાછળ કોઈને કોઈ રમત રમાઈ હોવાની ચર્ચા ચારેકોર થઈ રહી છે. ફોર્મ રદ થયા બાદથી નિલેશ કુંભાણી પણ ગુમ છે. ગુજરાતની જ વધુ એક બેઠક એવી હતી કે જ્યાંના ભાજપના ઉમેદવાર રૂપાલાને બિનહરિફ જીતાડવાનો કારસો રચાઈ ગયો હતો. જોકે આ ઉમેદવાર સામે તો ખુદ ક્ષત્રિયોએ બાંયો ચઢાવી છે.

આ પણ વાંચો: ‘તમારા માટે કામ કર્યું હોય તો મારા અંતિમ સંસ્કારમાં જરૂર આવજો’, કલબુર્ગીના લોકોને કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કરી અપીલ

કોંગ્રેસ નેતા ડો. વસાવડાએ કહ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીમાં જઈને પરત કોંગ્રેસમાં આવેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ (Indranil Rajyaguru) તથા વશરામ સાગઠીયા (Vashram Sagathiya) અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય લલિત કગથરા (Lalit Kagathara)એ વિક્રમ સોરાણીને ઉમેદવાર બનાવવાની માંગણી કરી હતી, અને અમે તે કોંગ્રેસના કમિટેડ નેતા નથી તેમ કહીને વિરોધ કર્યો હતો. ત્યારે અમારી સામે શિસ્તભંગના પગલા લેવાની ચીમકી પણ અપાઈ હતી.

વિક્રમ સોરાણી

તા. 27ના સોરાણી ભાજપમાં ભળી રહ્યાની વાત બહાર આવી છે, ત્યારે જો તેમને રાજકોટની ટિકિટ મળી હોત તો સુરત (Surat)ના કુંભાણી જેવો જ કાંડ રાજકોટમાં થઈ ચૂક્યો હોત તેવું સ્પષ્ટ જણાય છે. શહેર કોંગ્રેસ પ્રમુખનો આ અંગે સંપર્ક કરતા તેમણે  જણાવ્યું કે સોરાણી ભાજપમાં ભળી રહ્યાના અહેવાલો આવ્યા છે. 

દાયકાઓથી કોંગ્રેસમાં રહેલા નેતાઓએ સુરતના નીલેશ કુંભાણી સામે હજુ કોંગ્રેસે કોઈ પગલા નથી લીધા તે અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. અને એવી માંગણી કરી છે કે સુરતમાં આ વિશ્વાસઘાત કરનારને ટિકિટ કોંગ્રેસના જે મોટા નેતાઓએ અપાવી છે, તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. આવા નેતાઓને કારણે જ કોંગ્રેસમાં આવી ઘટનાઓ વારંવાર બને છે. 

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/GXUA3KVsFNPIfSJ5NlzmDT

GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli

READ ALSO

READ ON APP