Hero Image

પારડી નજીક ખોખડદડ નદીમાં નાહવા પડેલા બે કિશોરના ડૂબી જવાથી મોત

  • ઘરેથી વાળ કપાવવા જવાનું કહી બંને કિશોર સાઈકલ લઈને નાહવા ગયા’તા : પરિવારમાં કલ્પાંત

શાપરના પારડી ગામના બે તરુણો ઘરેથી વાળ કપાવવા જવાનું કહી સાઈકલ લઈને ખોખડદળ નદીમાં નાહવા પડેલા બંને તરુણોનું ઊંડા પાણીમાં ગરકાવ થવાથી મોત નિપજતા બંને પરિવારમાં અરેરાટી સાથે ઘેરો કલ્પાંત છવાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ શાપરમાં પારડી ગામે રહેતો નયન અજયભાઈ વેગડા નામનો 17 વર્ષીય તરુણ અને તેનો મિત્ર આર્યન ભરતભાઈ રાઠોડ નામના 18 વર્ષીય કિશોર ગઈકાલ સાંજે ઘરેથી વાળ કપાવવા જવાનું કહીને સાયકલ લઈને ખોખડદળ નદીમાં ન્હાવા પડયા હતા. ખાણમાં ઉડે સુધી જતાં રહ્યા બાદ બંને ડૂબવા લાગ્યા હતા. ત્યારે નજીકથી પસાર થયેલા રાધાબેન નામની મહિલાને કંઈક ડૂબી રહ્યાની શંકા ગઈ હતી અને તુરંત ફાયર બ્રિગેડ સ્ટેશનને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ફાયબ્રિગેડના સ્ટાફ તરવૈયા સાથે પહોંચી બંને કિશોરને લગભગ અડધા કલાકની શોધખોળના બેભાન હાલતમાં બહાર કાઢી સિવીલમાં ખસેડયા હતા. જયાં તબીબોએ બંનેને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

આ બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ સિવીલ હોસ્પિટલ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક આર્યન બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો.

જયારે મૃતક નયન તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. તેને એક બહેન છે. બંને મૃતકો ધોરણ 10 નાપાસ છે. બંને મૃતકના પિતા મજૂરીકામ કરે છે. બંને ગઈકાલ સાંજે વાળ કપાવવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ખોખડદળ ન્હાવા પહોંચ્યા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થવાથી બંનેના મોત નિપજતા નાના એવા ગામમાં ઘેરો કલ્પાંત છવાયો છે.

The post પારડી નજીક ખોખડદડ નદીમાં નાહવા પડેલા બે કિશોરના ડૂબી જવાથી મોત appeared first on Abtak Media.

READ ON APP