Hero Image

JEE મેઇન્સના પરિણામમાં રાજકોટનો ડંકો: મીત પારેખ-હર્ષલ કાનાણી રાજ્યમાં અવ્વલ

  • દેશભરમાંથી 56 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા જેમાં રાજકોટ એલેનના બે વિધાર્થીઓ જેઈઈ મેઈન્સમાં સારા ગુણ મેળવનાર વિદ્યાથીઓ હવે જેઈઈ એડવાન્સની પરીક્ષા આપશે
  • જેઈઈ મેઈન્સનું પરિણામ જાહેર કરાયુ છે. દેશભરમાંથી 56 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે. 100 ગુણ મેળવનાર ગુજરાતના બે વિદ્યાર્થી રાજકોટના છે.
રાજકોટના મિત પારેખ અને હર્ષલ કાનાણી રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યા છે. દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.જેઈઈ મેઈન્સમાં સારા ગુણ મેળવનાર વિદ્યાથીઓ હવે જેઈઈ એડવાન્સની પરીક્ષા આપશે.

ગુજરાતમાં ફક્ત બે વિધાર્થીઓ રાજકોટના કે જેઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે. રાજકોટ એલેન ઇન્સ્ટિટ્યૂટનો દર વર્ષે દબદબો જોવા મળે છે. આ વખતે અત્યાર સુધીનો રેકોર્ડ તોડીને સૌથી વધુ 56 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ હાંસલ કર્યા છે. જેમાં કર્ણાટકની સાનવી જૈન અને દિલ્હીની શાયના સિન્હા નામની બે છોકરીઓનો સમાવેશ થાય છે. ગત વખતે 43 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. રાજ્ય પ્રમાણે, 100 પર્સેન્ટાઈલમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ તેલંગાણાના 15, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી 7-7, દિલ્હીમાંથી 6, રાજસ્થાનમાંથી 5, કર્ણાટકના 3, તમિલનાડુ, ગુજરાત અને હરિયાણામાંથી 2, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી 1-1 વિદ્યાર્થી છે. આ વખતે,જેઈઈ મેઈન્સના એપ્રિલ સત્ર માટે જનરલ કેટેગરીની કટઓફ પર્સન્ટાઈલ 2023ની સરખામણીમાં 2.45 પોઈન્ટ્સ વધારે હતું, જોકે સામાન્ય કેટેગરી માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ગત વખત કરતાં 1261 ઓછી છે. આ વખતે જેઈઈ એડવાન્સ માટે ક્વોલિફાઈંગ પર્સન્ટાઈલ પાંચ વર્ષમાં સૌથી વધુ છે.

10.68 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

આ વખતે 10,67,959 વિદ્યાર્થીઓએ જેઈઈ મેઇન્સમાં એપ્રિલ સત્રની પરીક્ષા આપી હતી, જે ગત વખત કરતા 45,366 વિદ્યાર્થીઓ ઓછા હતા. જેઇઇ મેન્સ દ્વારા, તમામ કેટેગરીના 2,50,248 વિદ્યાર્થીઓ જેઈઈ એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે. ગયા વર્ષે લગભગ 2.5 લાખ પસંદગીના વિદ્યાર્થીઓમાંથી માત્ર 1,89,487 વિદ્યાર્થીઓએ એડવાન્સ આપી હતી.

The post JEE મેઇન્સના પરિણામમાં રાજકોટનો ડંકો: મીત પારેખ-હર્ષલ કાનાણી રાજ્યમાં અવ્વલ appeared first on Abtak Media.

READ ON APP