Hero Image

ઇલેક્શન અપડેટ: કૉંગ્રેસે સુરતના ઉમેદવાર નીલેશ કુંભાણીએ વીડિયો સંદેશમાં શું કહ્યું?

NILESH KUMBHANI/FB

કૉંગ્રેસે નિલેશ કુંભાણીને સુરતથી ટિકિટ આપી હતી પરંતુ ટેકેદારોની સહી મામલે થયેલા વિવાદ બાદ તેમનું ફૉર્મ રદ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય ઉમેદવારોએ ફૉર્મ પરત ખેંચી લીધા ભાજપ સુરત લોકસભાની બેઠક નિર્વિરોધપણે જીતી ગયું હતું.

નિલેશ કુંભાણીએ આ ઘટનાના છ દિવસ બાદ પોતાનો પક્ષ એક વીડિયો સંદેશથી રજૂ કર્યો છે.

તેમણે પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું, "હું મોવડીમંડળના સંપર્કમાં જ હતો અને બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી. મેં મારા પરિવારને કહ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટી મારી સાથે જ છે અને આપણે ડરવાની જરૂર નથી." જોકે, હું જ્યારે અમદાવાદ પિટિશન કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે કોના ઇશારે કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ઘરે આવીને પ્રદર્શન કરીને મને પાછો ફરવા મજબૂર કર્યો?

નિલેશ કુંભાણીએ નામ લીધા વગર કૉંગ્રેસના કેટલાક નેતાઓ પર આરોપ લગાવ્યો કે કૉંગ્રેસના જે નેતાઓ અત્યારે મારો વિરોધ કરે છે તેઓ ભાજપ સાથે મળેલા હતા. તેઓ અમારી એકપણ સભામાં આવ્યા ન હતા અને હું એકલો જ ઘરે-ઘરે જઈને પ્રચાર કરી રહ્યો હતો.

તેમણે ઉમેર્યું કે મને પહેલાં પણ ભાજપ તરફથી ઑફરો આવી હતી, પરંતુ મેં ક્યારેય પાર્ટી વિરુદ્ધ એકપણ નિવેદન આપ્યું નથી. જોકે, કેટલાક કૉંગ્રેસ નેતાઓએ આ ઑફરનો સ્વીકાર કર્યો હતો.

તેમણે કહ્યું પોતાના વીડિયો સંદેશમાં કહ્યું, “હું એકપણ એવું નિવેદન નહીં આપું જેથી મારી કૉંગ્રેસ પાર્ટીને નુકશાન થાય. આ બધુ થયા છતાં હું કૉંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. મને મોવડીમંડળ પર વિશ્વાસ છે.”

જોકે, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસની શિસ્ત સમિતિએ સુરતના કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

ત્યારબાદ કૉંગ્રેસના નેતાઓએ એવા આરોપો પણ લગાવ્યા હતા કે નીલેશ કુંભાણી પોતે જ ભાજપ સાથે મળેલા છે.

કૉંગ્રેસની શિસ્ત સમિતિએ જાહેર કરેલા પત્રમાં પણ નીલેશ કુંભાણી પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ સંપૂર્ણ નિષ્કાળજી દાખવી હતી અને ભાજપ સાથે મેળાપીપણું હતું.

નીલેશ કુંભાણી છેલ્લા બે દાયકા કરતાં પણ વધુ સમયથી કૉંગ્રેસના કાર્યકર્તા રહ્યા છે. તેઓ ભૂતકાળમાં બે વખત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને એક વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ કૉર્પોરેટર પણ રહી ચૂક્યા છે.

2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ તરફથી તેઓ સુરતની કામરેજ વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ એ ચૂંટણીમાં તેમની હાર થઈ હતી અને તેઓ માત્ર આઠ ટકા મત મેળવીને ત્રીજા ક્રમે રહ્યા હતા. કામરેજ બેઠક પર ભાજપના નેતા પ્રફુલ્લ પાનસેરિયાનો વિજય થયો હતો અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામ ધડુક બીજા ક્રમે રહ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈવીએમ અને વીવીપેટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે શું ટિપ્પણી કરી? ANI

ઈવીએમ અને વીવીપેટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટિપ્પણી કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કરી દીધું છે કે બેલેટ પેપર વાળો ભુતકાળનો સમય પાછો આવશે નહીં.

નરેન્દ્ર મોદીએ કહ્યું, “ઇન્ડી ગઠબંધનના દરેક નેતા ઈવીએમ વિશે લોકોના મનમાં શંકા પેદા કરવાનું પાપ કર્યા. સુપ્રીમ કોર્ટે આજે તેમને મોટો ઝટકો આપ્યો છે.”

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે ઈવીએમ અને વોટર વેરિફાયેલબલ પેપર ઑડિટ ટ્રેલ એટલે કે વીવીપેટ સાથે જોડાયેલી બધી જ અરજીઓ ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અને વીવીપેટ સાથે 100 ટકા મિલાન કરવાની અરજીને પણ ફગાવી દીધી હતી.

કોર્ટના નિર્ણય પછી વરિષ્ઠ વકીલ પ્રશાંત ભુષણ કહ્યું, “અમારૂ કહેવાનું હતું કે ઈવીએમમાં એક એવી મેમરી હોય છે, જેની સાથે છેડછાડ થઈ શકે છે. આ કારણે વીવીપેટની તપાસ જરૂરી છે. મત પછી જે ચીઠ્ઠી નીકળે તેને બેલેટ બૉક્સમાં નાખીને અંતે ગણતરી થવી જોઈએ.”

તેમણે ઉમેર્યું, “સુપ્રીમ કોર્ટે અમારી અરજીઓને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ આ બાબતે તપાસ કરે અને દરેક બેલેટ પેપર પર જો બારકોડ ઉમેરવામા આવે તો તેની મશીન વડે ગણતરી થઈ શકે કે નહીં.”

અમિત શાહે કહ્યું કે કૉંગ્રેસ શરીયતનો કાયદો લાવવા માંગે છે, અમે તે નહીં થવા દઈએ Getty Images

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના નેતા અમિત શાહે કૉંગ્રેસને પર્સનલ લૉના સવાલ પર ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

મધ્ય પ્રદેશના ગુનામાં એક રૈલી દરમિયાન અમિત શાહે દાવો કર્યો, “કૉંગ્રેસે પોતાના ચૂંટણીઢંઢેરામાં કહ્યું છે કે તેઓ દેશમાં ફરીથઈ મુસ્લિમ પર્સનલ લૉ લાગુ કરવ માંગે છે.”

તેમણે કહ્યું, “તમે મને કહો કે શું આ દેશ શરિયતના કાયદાથી ચાલશે? શું તમે ઇચ્છો છો કે ટ્રિપલ તલાકનો કાયદો ફરીથી લાગુ થાય? રાહુલ ગાંધી આ બધુ માત્ર તુષ્ટીકરણ માટે કરી શકે છે. જોકે, ભાજપ જ્યાં સુધી સરકારમાં છે ત્યા સુધી અમે પર્સનલ લૉને ફરીથી લાવીશું નહીં. આ દેશ યૂનિફૉર્મ સિવિલ કોડ મુજબ જ ચાલશે.”

મધ્ય પ્રદેશમાં બીજા તબક્કા દરમિયાન છ લોકસભાની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ છ લોકસભાની બેઠકો પક કૂલ 80 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.

અમિત શાહ શુક્રવારે મધ્ય પ્રદેશના પ્રવાસે હતા. તેમણે ગુના બેઠક પરથી ભાજપના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થનમાં રૈલીને સંબોધિત કરી હતી.

અમિત શાહે કહ્યું કે ગુનાના લોકો તમારા આ મહારાજ તમારા વિકાસ માટે સૌથી વધારે સમર્પિત છે.

અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે ભાજપમાં જોડાશે? ALPESH KATHIRIYA & DHARMIK MALVIYA/X

પાટીદાર નેતાઓ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલાં પોસ્ટરો પ્રમાણે તેઓ શનિવારે 27 એપ્રિલે ભાજપમાં જોડાશે.

આ બંને નેતાઓએ 18 એપ્રિલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ ભાજપમાં જોડાશે.

સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે આ બંને નેતાઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાશે.

RUPESH SONWANE

2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથીરિયાને સુરતની વરાછા રોડ વિધાનસભા અને ધાર્મિક માલવિયાને ઓલપાડ વિધાનસભાથી ટિકિટ આપી હતી.

આ બંને નેતાઓ ચૂંટણી હારી ગયા હતા. અલ્પેશ કથીરિયા બીજા ક્રમે અને ધાર્મિક માલવિયા ત્રીજા ક્રમે રહ્યા હતા.

અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાના મૂળ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા છે. તેઓ આંદોલન વખતે હાર્દિક પટેલના મુખ્ય સાથીઓમાંના એક હતા.

'ક્ષત્રિય સમાજ રૂપાલાથી નારાજ, ભાજપથી નહીં'- પાટીલ @CRPaatil ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ છે.

તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ અને ઉમેદવાર સી.આર. પાટીલે ફરી એક વાર ક્ષત્રિય સમાજને મોટું મન રાખવા અપીલ કરી છે.

મીડિયા સાથેની વાતચીતમાં પાટીલે કહ્યું કે "પરશોત્તમ રૂપાલાના નિવેદનને કારણે આખા ગુજરાતમાં રોષનું વાતાવરણ છે. તેમને ઠેસ પહોંચી છે. આજે દક્ષિણ ગુજરાતના લગભગ 108 આગેવાનો આવ્યા છે, તેમણે રાજકોટના સંમેલનમાં પણ હાજરી આપી હતી. એમનું સ્પષ્ટ માનવું છે કે આ રોષ તેમનો રૂપાલાસાહેબની સામે છે."

"એમને વડા પ્રધાન મોદી સામે કોઈ પણ વાંધો નથી. આજે એ લોકો સામેથી આવ્યા છે. એમણે કહ્યું કે એમનો જે વિરોધ છે, જે રોષ છે એ એમના (પરશોત્તમ રૂપાલા) પૂરતો મર્યાદિત રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું."

સી.આર. પાટીલે ક્ષત્રિય સમાજના ઇતિહાસને યાદ કરીને કહ્યું કે "ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે. ક્ષમા આપવામાં મોટી ભૂમિકા જો કોઈની રહી હોય તો એ ક્ષત્રિયની સમાજની છે, એ ઇતિહાસ છે. સૌથી વધુ લડાઈએ પણ એમણે જ લડી છે."

એમણે ક્ષત્રિય સમાજને વિનંતી કરી છે કે "તમારી લાગણી ઘવાઈ છે એમાં કોઈ બેમત નથી. પણ તમારી ક્ષમા આપવાની જે તાકાત છે, એનો પરચો ફરીથી આપીને દરગુજર કરીને મોદીસાહેબના નેતૃત્વમાં આગળ વધીએ એવી વિનંતી કરું છું."

નવસારીમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરી રહેલા શૈલેન્દ્રસિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "અમારો રૂપાલા સામે જે વિરોધ હતો, એ રહેશે. પણ અમારે સી.આર. પાટીલ કે ભાજપ સરકાર સામે કોઈ વિરોધ નથી."

ઉલ્લેખનીય છે કે રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજે ભાજપના વિરોધમાં મતદાન કરાવવાનું અભિયાન ઉપાડ્યું છે. લોકો ભાજપના ઉમેદવારોનો ગામેગામે વિરોધ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો કૉંગ્રેસે હરિયાણાની આઠ સીટ પર ઉમેદવાર જાહેર કર્યા Getty Images પૂર્વ કેન્દ્રીય મંત્રી કુમારી શૈલજાને સિરસાની ટિકિટ અપાઈ છે

કૉંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે હરિયાણાની

કર્યા છે. રોહતકથી રાજ્યસભાના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાને ટિકિટ અપાઈ છે.

તો પૂર્વ કેન્દ્રીય મંત્રી કુમારી શૈલજાને સિરસાની ટિકિટ અપાઈ છે. કુમારી શૈલજા અગાઉ અંબાલાથી ચૂંટણી લડતાં હતાં. સિરસામાં શૈલજાનો મુકાબલો ભાજપના અશોક તંવર સાથે થશે.

કૉંગ્રેસે હિસારથી જયપ્રકાશ અને ભિવાની-મહેન્દ્રગઢથી રાવ રાનસિંહને ટિકિટ આપી છે.

અંબાલાથી વરુણ ચૌધરીને ટિકિટ મળી છે. સોનીપતથી સતપાલ બ્રહ્મચારી અને ફરીદાબાદથી મહેન્દ્ર પ્રતાપ કૉંગ્રેસની સીટ પર ચૂંટણી લડશે.

કરનાલથી પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટર સામે કૉંગ્રેસે દિવ્યાંશુ બુદ્ધિરાજાને ટિકિટ આપી છે.

તો ગુડગાંવ લોકસભા સીટ પરથી કૉંગ્રેસે હજુ સુધી ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી.

કૉંગ્રેસ હરિયાણાની 10માંથી 9 લોકસભા સીટ પર ચૂંટણી લડી રહી છે. કુરુક્ષેત્રની સીટ પર કૉંગ્રેસ સાથે ગઠબંધન કરનાર આમ આદમી પાર્ટીના સુશીલ ગુપ્તાને ટિકિટ મળી છે.

હરિયાણાની બધા 10 લોકસભા સીટ પર 25 મેના રોજ મતદાન થશે.

આ પણ વાંચો

READ ON APP