Hero Image

ઇઝરાયલમાં અનેક લોકો રસ્તા પર ઊતર્યા, શું છે વિરોધનું કારણ?

Reuters

ઇઝરાયલમાં હાલ ઊથલપાથલનો દોર છે. આ દેશ પોતાના ઇતિહાસમાં સૌથી ગંભીર ઘરેલુ સંકટો પૈકીના એકમાંથી પસાર થઈ રહ્યો છે.

ન્યાયપાલિકામાં સરકારના પરિવર્તનના પ્રયાસ વિરુદ્ધ લોકો રસ્તા પર આવી ગયા છે અને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.

દરમિયાન ઇઝરાયલમાં સત્તારૂઢ ગઠબંધનની એક પાર્ટી જુઈશ પૉવરે કહ્યું કે દેશની ન્યાય વ્યવસ્થામાં પ્રસ્તાવિત ફેરફાર પર વાતચીત આગળના મહિના સુધી ટાળી દીધી છે.

જોકે દેશના વડા પ્રધાન નેતન્યાહૂએ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી.

આ નિર્ણયની જાણકારી ઇઝરાયલની ધૂર દક્ષિણપંથી ગઠબંધનવાળી સરકારમાં સામેલ જુઈશ પૉવર નામની પાર્ટીએ આપી છે.

પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું કે આ પ્રક્રિયા હવે સંસદના આગામી સત્રમાં પૂરી કરાશે.

આવો જાણીએ કે શું છે ઇઝરાયલમાં હાલમાં સર્જાયેલા આ સંકટનું કારણ?

BBC શું થઈ રહ્યું છે ઇઝરાયલમાં?

આ વર્ષની શરૂઆતથી જ ઇઝરાયલમાં લોકોએ ન્યાયપાલિકામાં ફેરફાર કરવાના સરકારના ઇરાદા વિરુદ્ધ સાપ્તાહિક પ્રદર્શનોમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું.

હવે આ વિરોધપ્રદર્શન વધુ ઉગ્ર બન્યું છે. હજારો લોકો દેશની રાજધાની તેલ અવીવના રસ્તા પર ઊતર્યા છે. દેશનાં અન્ય મહાનગરો અને શહેરોમાં પણ આ જ પ્રકારનાં પ્રદર્શનો યોજાઈ રહ્યાં છે.

વિરોધપ્રદર્શનમાં ભાગ લઈ રહેલા લોકોની આ પ્રસ્તાવિત ફેરફારને રદ કરવાની માગ છે. તેઓ વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહુના રાજીનામાની માગ કરી રહ્યા છે.

નેતન્યાહુના રાજનૈતિક વિરોધીઓ આ પ્રદર્શનોની આગેવાની કરી રહ્યા છે. જોકે, કેટલાક રાજનૈતિક નેતાઓ પાર્ટી લાઇનથી હઠીને પણ આ ફેરફારોનો વિરોધ કરી રહ્યા છે.

સૌથી મહત્ત્વપૂર્ણ છે એ લોકોનો ગુસ્સો, જેમને મિલિટરી રિઝર્વિસ્ટ કહેવામાં આવે છે. આ લોકો ઇઝરાયલી સેનાની કરોડરજ્જું સમાન છે.

આ લોકોએ સરકારના નિર્ણય વિરુદ્ધ પોતાનો રોષ પ્રગટ કરવાનો શરૂ કરી દીધો છે. આ લોકો ડ્યૂટી પર રિપોર્ટિંગ કરવાથી ઇનકાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.

તેનાથી એ ડર ઊભો થઈ ગયો છે કે કદાચ આ ગુસ્સાને કારણે ઇઝરાયલની સુરક્ષા ખતરામાં ન પડી જાય.

BBC નેતન્યાહુના આ નિર્ણયથી લોકો ગુસ્સામાં કેમ? EPA

નેતન્યાહુના વિરોધીઓનું કહેવું છે કે સરકાર ન્યાયપાલિકા સાથે જોડાયેલા કાયદામાં જે ફેરફાર કરવા જઈ રહી છે, તેનાથી દેશના લોકતંત્ર પર ગંભીર ખતરો પેદા થઈ શકે છે.

સરકાર જ્યુડીશિયલ સિસ્ટમને કમજોર કરવા માગે છે. જ્યારે દેશમાં તેનો ઇતિહાસ સરકારો પર અંકુશ લગાવી રાખવા માટેનો રહ્યો છે.

નેતન્યાહુ અને તેમની સરકાર માટે આ ઘણો મજબૂત વિરોધ સાબિત થઈ રહ્યો છે.

દેશના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી દક્ષિણપંથી સરકાર અને ખુદ નેતન્યાહુ જનતાના આ વિરોધથી ઘેરાયેલા છે.

નેતન્યાહુના વિરોધીઓનું કહેવું છે કે ન્યાયપાલિકા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફારથી પીએમને એક સુરક્ષાકવચ મળી જશે.

નેતન્યાહુ હાલ ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા છે. તેમના વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. ટીકાકારોનું કહેવું છે કે વડા પ્રધાન ખુદને બચાવવા માટે આ ફેરફાર કરવા માગી રહ્યા છે.

BBC સરકાર શું ફેરફાર કરવા માગી રહી છે?

આ ફેરફાર સરકારની તાકત અને કોર્ટ તરફથી તેના પરના નિયંત્રણ સાથે જોડાયેલા છે.

કોર્ટને સરાકરાના અધિકારો પર નજર રાખવા અને તેના પર અંકુશ લગાવવાનો અધિકાર છે પરંતુ નેતન્યાહુ સરકાર આ સ્થિતિને બદલવા માગે છે.

સરકાર અને કેટલાક લોકોનું કહેવું છે કે આ પરિવર્તન ઘણા દિવસોથી પેન્ડિંગ છે. જોકે, લોકો જેટલું સમજી રહ્યા છે, આ પરિવર્તનની તેનાથી વધુ અસર પડશે.

BBC

સરકાર જે યોજના બનાવી રહી છે તે પ્રમાણે -

  • કાયદાની સમીક્ષા અને તેને રદ કરવાની સુપ્રીમ કોર્ટની તાકત ઘટી જશે. સંસદમાં બહુમત દ્વારા કોર્ટના નિર્ણયોને બદલી શકાશે. નેતન્યાહુ પાસે સંસદમાં માત્ર એક વોટથી બહુમત છે.
  • સુપ્રીમ કોર્ટ સહિત તમામ કોર્ટમાં જજોની નિયુક્તિમાં પણ સરકારનો નિર્ણય મહત્ત્વપૂર્ણ રહેશે. નવા ફેરફારથી જજોની નિયુક્તિ કરનારી કમિટીમાં સરકારનું પ્રતિનિધિત્વ વધી જશે.
  • મંત્રીઓ માટે નવા કાયદાકીય સલાહકારોની સલાહ માનવી જરૂરી નહીં રહે. હાલ કાયદા પ્રમાણે તેમણે સલાહ માનવી પડે છે.
  • સરકારે જે ફેરફાર પ્રસ્તાવિત કર્યા છે. તેમાંથી એક કાયદો બની ચૂક્યો છે. જે અંતર્ગત ઍટર્ની જનરલના એ અધિકારને રદ કરી દેવામાં આવ્યો છે. જેના અંતર્ગત તેઓ સત્તાધારી વડા પ્રધાનને અયોગ્ય સાબિત કરી શકતા હતા.
  • BBC શું સરકાર પીછેહઠ કરશે?

    વડા પ્રધાન નેતન્યાહુએ પ્રસ્તાવિત ફેરફારના ભારે વિરોધ વચ્ચે પોતાનું વલણ નરમ કર્યું નથી. તેમનું કહેવું છે કે વિરોધીઓ તેમની સરકાર પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

    નેતન્યાહુએ પ્રસ્તાવિત ફેરફારોમાં થોડી છૂટછાટ આપવાની રજૂઆત કરી છે પરંતુ વિપક્ષે તેને રદિયો આપ્યો છે.

    તેમનું કહેવું છે કે આ ફેરફારોને તાત્કાલિક રોકવમાં આવે. ત્યારપછી જ તેઓ સરકાર સાથે વાત કરશે. રાષ્ટ્રપતિ સમજૂતી પ્રસ્તાવ લઈને આવ્યા છે પરંતુ નેતન્યાહુ સરકારને તે મંજૂર નથી.

    સરકારનું કહેવું છે કે તેમણે ન્યાયતંત્રમાં ફેરફારનો વાયદો કર્યો હતો. તેના આધાર પર જ લોકોએ તેમની સરકારને ચૂંટી છે. એટલે એ ફેરફારોને રોકવા અર્થતંત્રના ખિલાફ હશે.

    જોકે, સરકાર પર દબાણ વધી રહ્યું છે. આ ફેરફારના વિરોધમાં ઇઝરાયલના સંરક્ષણમંત્રીએ રાજીનામું આપી દીધું છે. તેઓ ન્યાયપાલિકામાં ફેરફાર વિશે ખૂલીને બોલી રહ્યા હતા. જેથી વડા પ્રધાને તેમને હઠાવી દીધા હતા.

    READ ON APP