Hero Image

Mangal Gochar 2024: મંગળ ગોચરથી આગામી 40 દિવસો સુધી અંગારક યોગ; મેષથી લઇ મીન રાશિ પર કેવો રહેશે પ્રભાવ?

Mangal Gochar 2024 Rashifal: જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને ઉર્જા, સાહસ અને પરાક્રમના કારક ગણવામાં આવે છે. તે મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી છે, આજે 23 એપ્રિલના રોજ મંગળ ગ્રહ કુંભ રાશિમાંથી નિકળી મેષ રાશિમાં ગોચર શરૂ કરશે. આજે હનુમાન જયંતિ પણ છે, મંગળ મીન રાશિમાં પ્રવેશ પણ કરી રહ્યો છે, જ્યાં રાહુ પણ અગાઉથી જ બિરાજમાન છે.

મંગળ અને રાહુની યુતિથી અંગારક યોગનું નિર્માણ થઇ રહ્યું છે, અંગારક યોગ 23 એપ્રિલથી 1 જૂન સુધી એટલે કે, 40 દિવસો સુધી રહેશે.
અંગારક યોગ વિશે કહેવામાં આવે છે કે, તેનાથી વ્યક્તિના જીવનમાં ઉથલપાથલ સર્જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ અંગારક યોગને શુભ નથી ગણવામાં આવતો. અહીં જાણો, મીન રાશિમાં મંગળના ગોચરથી મેષથી લઇ મીન રાશિ પર કેવો પ્રભાવ પડશે.
​મેષ (Aries)

મેષ રાશિના જાતકોમાં ઉર્જાનો સંચાર થશે અને કાર્યક્ષેત્રે મહેનત અને લગનથી કામ કરશે. આ સમયે દરેક પ્રયાસોથી તમે લક્ષ્ય પ્રાપ્તિ કરવા કાર્યરત રહેશો. સ્વાસ્થ્ય સામાન્ય નબળું રહી શકે છે. આ દરમિયાન તાવ, માથાનો દુઃખાવો જેવી પરેશાનીઓ થઇ શકે છે.


​વૃષભ (Taurus)

વૃષભ રાશિ માટે મંગળનું ગોચર શુભ નહીં રહે, મંગળના પ્રભાવથી પારિવારિક મામલે પરેશાનીઓ ઉભી થઇ શકે છે. પરિવારમાં કેટલાંક મામલે સહમતિ નહીં બને, જીવનસાથી સાથે તાલમેલ નહીં બેસે. આ દરમિયાન ધૈર્યથી કામ લો, શાંતિ મેળવવા માટે કેટલાંક પ્રયાસ કરવા જોઇએ.


​મિથુન (Gemini)

મિથુન રાશિના જાતકોને લક્ષ્યો પૂર્ણ કરવા માટે ભાઇ બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. તમારી વાતચીત કરવાની શૈલીમાં સુધાર આવશે, આ સમય કરિયરમાં સફળતા લઇને આવશે. બિઝનેસની દિશામાં કરવામાં આવેલા પ્લાનિંગમાં સફળતા મળશે. સંબંધોમાં તામેલ વધશે.


​કર્ક (Cancer)

કર્ક રાશિના જાતકોને આ ગોચર દરમિયાન આવકમાં વૃદ્ધિ થશે, બિઝનેસમાં નવા પ્લાનિંગથી સફળતા મળશે. ખાસ કરીને રોકાણ કરવાથી ફાયદો મળશે. ઉચ્ચ શિક્ષાના પ્રયાસમાં વિદ્યાર્થી વર્ગને સફળતા મળશે. નવી યોજનાઓ સાકાર થશે અને પિતા સાથે સંબંધમાં સુધાર આવશે.


​સિંહ (Leo)

આ ગોચર કાળ દરમિયાન તમારાં વિચારોથી બિલકુલ ગભરાવ નહીં. તમારાં મનમાં કોઇ વાત ચાલી રહી હોય બેફિકર તેને વ્યક્ત કરો. જીવનમાં કેટલાંક પડકારો આવશે, પરંતુ હિંમત સાથે તેનો સામનો કરો. તમારી ઉર્જામાં કમી રહેશે, તેથી સૂર્યદેવની આરાધના કરો.


​કન્યા (Virgo)

કન્યા રાશિ માટે આ ગોચર શુભ પરિણામ લઇને નહીં આવે, આ દરમિયાન તમને પોતાની જાત પર સંદેહ રહેશે અે વિશ્વાસ સાથે કોઇ નિર્ણય નહીં લઇ શકો. ભાવનાત્મક રીતે પોતાને કમજોર હોવાનો અનુભવ કરશો. વૈવાહિક જીવનમાં પણ સમસ્યા આવશે.


​તુલા (Libra)

આ ગોચરથી તમારી ઇચ્છાશક્તિમાં ઉણપ આવી શકે છે, તેમ છતાં નવા પડકારોનો સામનો આરામથી કરી શકશો. આ સમય તમારાં લક્ષ્યો અને અવસરોને પ્રાપ્ત કરવાનો છે. જેનાથી ભવિષ્યમાં લાભ મળશે. પીઠ દર્દ અને અલ્સર જેવી સમસ્યા થઇ શકે છે.


​વૃશ્ચિક (Scorpio)

વૃશ્ચિક રાશિના જાતકો પાસે પોતાની પ્રતિભા અને યોગ્યતા દર્શાવવાનો અવસર છે. નવા પ્રોજેક્ટને લીડ કરવાનો મોકો મળશે, તમારી ઉર્જાથી નવા સ્તર પ્રાપ્ત કરશો. આ ગોચર તમારા લગ્ન જીવન માટે પણ સારું રહેશે.


​ધન (Sagittarius)

ધન રાશિના જાતકો માટે આ ગોચર નવી જાણકારીઓ સામે લઇને આવશે, નવા સ્થળોને એક્સપ્લોર કરવાનો મોકો મળશે. શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થશે અને તમારું ધ્યાન આધ્યાત્મિક તરફ જશે. બિઝનેસમાં નવા અવસર મળશે, વિદેશી કસ્ટમર્સની સાથે કામ કરવાથી ભવિષ્યમાં ફાયદો થશે.


​મકર (Capricorn)

આ ગોચર કાળમાં તમારો સમય માનસિક રીતે નાજૂક રહેશે, રિલેશનશિપને ગંભીરતાથી લો. આ સમય તમારાં પાર્ટનર અને તમારી વચ્ચે પરેશાનીઓનો ઉકેલ લાવવોન છે. કરિયર મામલે નવું પ્રોફેશન પસંદ કરવાની પણ ઇચ્છા થઇ શકે છે.

READ ON APP