Hero Image

આ કંપનીની ગાડીને મળ્યા 0 સેફટી રેટિંગ, Global NCAPના ડેટાએ ચોંકાવ્યા

Citroen EC3 Zero safety rating: ફ્રેન્ચ કાર કંપની Citroen ઇલેક્ટ્રીક હેચબેકની ફજેતી થઈ છે. ભારતમાં નિર્મિત Citroen EC3ને ગ્લોબલ ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામમાં ઝીરો સ્ટાર રેટિંગ મળ્યું છે. Citroen EC3 કે જે Tata Tiago EV, MG Comet EV અને Tata Punch EV સાથે સ્પર્ધા કરે છે, તેને એડલ્ટ ઓક્યુપેન્ટ અને ચાઈલ્ડ ઓક્યુપન્ટની સેફટી સિરિઝમાં 0 રેટિંગ મળ્યા છે.
Global NCAP સેફર કાર્સ ફોર ઈન્ડિયા ઝુંબેશના ભાગ રૂપે, સિટ્રોન EC3નું ક્રેશ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને આમાં ઇલેક્ટ્રિક હેચબેક સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી. ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં Citroen EC3નું મોડલ ફ્રન્ટ ઓક્યુપેન્ટ્સ માટે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, બેલ્ટ લોડ લિમિટર અને સીટ બેલ્ટ રિમાઇન્ડર જેવી સુવિધાઓ પણ આપે છે. એટલું જ નહીં તેમાં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, સીટ બેલ્ટ પ્રીટેન્શનર્સ, સાઇડ એરબેગ્સ, આઇસોફિક્સ એન્કરેજ અને પાછળની સીટ માટે સીટ બેલ્ટ રીમાઇન્ડર જેવા સેફટી ફિચર્સની અછત જોવા મળી રહી હતી. એડલ્ટ ઓક્યૂપેન્ટ અને ચાઈલ્ડ ઓક્યૂપેન્ટની સુરક્ષામાં Citroen EC3ના ગ્લોબલ NCAP રેટિંગ વિશે વાત કરીએ તો જ્યારે આ ઈલેક્ટ્રિક હેચબેકને એડલ્ટ પ્રોટેક્શનમાં કુલ 34 પોઈન્ટમાંથી માત્ર 20.86 પોઈન્ટ મળ્યા છે, જ્યારે ચાઈલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન ટેસ્ટમાં તેને 49માંથી માત્ર 10.55 પોઈન્ટ મળ્યા છે. તમને જણાવી દઈએ કે Citroen EC3માં તમામ સીટો માટે 3 પોઈન્ટ સીટ બેલ્ટનો અભાવ છે. પ્રાઈજ રેન્જ અને ફિચર્સ
હવે જો આપણે મેડ ઈન ઈન્ડિયા Citroen EC3ની કિંમત અને ફીચર્સ વિશે વાત કરીએ તો તેની વર્તમાન એક્સ-શોરૂમ કિંમત 11.61 લાખ રૂપિયાથી શરૂ થઈને 13.35 લાખ રૂપિયા સુધી જાય છે. આ 5 સીટર ઇલેક્ટ્રિક હેચબેકના કુલ 5 વેરિયન્ટ છે. તેમાં 29.2 kWh બેટરી છે, જે એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી 320 કિલોમીટર સુધીની રેન્જ હાંસલ કરી શકે છે. EC3ને DC ફાસ્ટ ચાર્જર સપોર્ટ સાથે રજૂ કરવામાં આવ્યું છે.

READ ON APP