Hero Image

MGએ લોન્ચ કર્યું હેક્ટરનું બ્લેક સ્ટોર્મ એડિશન, સ્પોર્ટી લૂક ને ફિચર્સ પણ શાનદાર

MG Hector Blackstorm edition: MG Motorએ આજે ઈન્ડિયન માર્કેટમાં પોતાની ફેમસ એસયૂવી હેક્ટરના નવા બ્લેકસ્ટોર્મ એડિશનને રિવિલ કરી દીધું છે. આ નવું હેક્ટર બ્લેકસ્ટોર્મ એડિશન-5 સીટર, 6 સીટર અને 7 સીટર એવી રીતે કોન્ફિગરેશનમાં વેચાય છે. આ એસયૂવીને કંપનીએ વિવિધ વેરિયન્ટ્સમાં રજૂ કરી છે. આ નવી હેક્ટર બ્લેકસ્ટોર્મની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 21.24 લાખ રૂપિયા છે.
કેવી છે નવી હેક્ટર બ્લેકસ્ટોર્મહેક્ટર બ્લેકસ્ટોર્મના ટોપ શાર્પ પ્રો વેરિયન્ટને કંપનીએ પેટ્રોલ અને ડિઝલ એમ બંને વિકલ્પ સાથે રજૂ કર્યા છે. આના સિવાય એ હેક્ટર અને હેક્ટર પ્લસ એમ બંને ટ્રિમમાં આવે છે. કંપનીએ પોતાના અન્ય બ્લેકસ્ટોર્મ એડિશનની જેમ હેક્ટરને પણ ઓલ બ્લેક એક્સટિરિયર પેઈન્ટ સ્કિમ સાથે લોન્ચ કર્યુ છે. SUV બંપર પર રેડ એક્સેન્ટ અને રેડ બ્રેક કૈલિપર્સ પણ અપાયા છે. કંપનીએ એસયૂવીના કેબિનને પણ પ્રીમિયમ બનાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કર્યા છે. આને સેંગરિયા અને બ્લેક થીમથી સજ્જ કરાયા છે. આના સિવાય 14 ઈંચની પોટ્રેટ સ્ટાઈલ ટચ સ્ક્રીન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, ક્લાઈમેટ કંટ્રોલ, રિયર AC વેન્ટ્સ, પાવર ડ્રાઈવિંગ સીટ, લેવલ 2 એડવાન્સ ડ્રાઈવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ, ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટ અને ફૂલ LED લાઈટનું પેકેટ પણ અપાયું છે. MG હેક્ટર બ્લેક સ્ટોર્મના વેરિયન્ટ્સની કિંમતો
  • Hector Blackstorm CVT - 21.24 લાખ રૂપિયા
  • Hector Blackstorm Diesel MT - 21.94 લાખ રૂપિયા
  • Hector Plus Blackstorm Blackstorm CVT 7 સીટર - 21.97 લાખ રૂપિયા
  • Hector Plus Blackstorm Diesel MT 7 સીટર - 22.54 લાખ રૂપિયા
  • Hector Plus Blackstorm Diesel MT 6 સીટર - 22.75 લાખ રૂપિયા
પાવર એન્ડ પરફોર્મન્સહેક્ટર એન્ડ હેક્ટર પ્લસ બ્લેકસ્ટોર્મ એડિશનને કંપનીએ 1.5 લીટર પેટ્રોલ અને 2.0 લીટર ડિઝલ એન્જિન સાથે રજૂ કર્યું છે. આનું પેટ્રોલ એન્જિન 141 BHPના પાવર અને 250 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આને 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને CVTની સાથે જોડવામાં આવ્યું છે. આના સિવાય ડિઝલ એન્જિન 168 BHPનો પાવર અને 350 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન માત્ર 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ઉપલબ્ધ છે.

READ ON APP