Hero Image

જુઓ, મારુતિ સુઝિકીની પહેલી 6 સીટર કાર, તસવીરો થઈ લીક

નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીની નવી 6 સીટર પ્રીમિયમ MPV કાર ઘણા સમયથી ચર્ચામાં છે. આ કાર XL6 નામથી લોન્ચ કરવામાં આવશે. હવે આ કારની કેટલીક તસવીરો ઓનલાઈન લીક થઈ ગઈ છે. જેથી પહેલીવાર આ પ્રીમિયમ કારનો લૂક સામે આવ્યો છે. છ સીટવાળી આ MPV કંપનીની પ્રીમિયમ ડિલરશિપ નેક્સા દ્વારા વેચવામાં આવશે. મારુતિ આગામી મહિને 21 ઓગસ્ટના આ નવી કારને લોન્ચ કરશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો મારુતિ XL6 કંપનીની 7 સીટર MVP અર્ટિગા પર આધારિત છે. પરંતુ અર્ટિગાના મુકાબલે તેના લુક અને કેબિનમાં ઘણા ફેરફાર જોવા મળશે. લીક તસવીરમાં નવી કારનો સાઈડ અને રિયર લુક જોવા મળે છે. XL6માં મોટી ગ્રીલ, મોટા LED હેડલેમ્પ અને નવા બંપર તેના ફ્રન્ટ લૂકને અર્ટિગાથી અલગ બનાવે છે. photo courtesy: GaadiWaadi.com લીક તસવીરથી એટલું તો સ્પષ્ટ છે કે મારુતિની આ નવી કારમાં સિલ્વર સ્કિડ પ્લેટ સાથે ડ્યુઅલ ટોન બંપર અને વીલ આર્ચની ચારેતરફ પ્લાસ્ટિક ક્લેડિંગ હશે. કારની પાછળ નેક્સાનો બેજ હશે. XL6માં રુફ રેલ્સ છે. આ ફેરફાર ઉપરાંત નવી કારના દરવાજા, પાછળના ગેટ, એલોય વીલ્સ અને પાછળની લાઇટ્સ સ્ટાન્ડર્ડ અર્ટિગા જેવા જ છે. ઇન્ટીરિયર મારુતિ XL6નું સમગ્ર ઇન્ટીરિયર બ્લેક કલરમાં રહે તેવી પૂરી શક્યતા છે. તેમજ કારના નામથી જ સ્પષ્ટ થાય છે કે તે સિક્સ સીટર કાર હશે. કારની બીજી લાઈનમાં બે અલગ અલગ કેપ્ટન સીટ હશે. આ ઉપરાંત મારુતિ સુઝુકી આ કારમાં નવી સ્માર્ટ પ્લે સ્ટૂડિયો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપી શકે છે. કેબિનને સ્ટાન્ડર્ડ અર્ટિગાથી અલગ કરવા માટે કેટલાક પ્રીમિયમ ટચ આપી શકે છે.
photo courtesy: GaadiWaadi.com પાવર મારુતિની આ પ્રીમિયમ MPVમાં કંપનીનું નવું 1.5 પેટ્રોલ એન્જિન હશે. જે સિયાઝ અને અર્ટિગામાં આપવામાં આવ્યું છે. આ એન્જિન BS6 એમિશન નોર્મ્સ અનુરૂપ હશે. રિપોર્ટ્સ મુજબ આ કારનું ડીઝલ વેરિયન્ટ નહીં આવે. શરુઆતમાં તેને ફક્ત 5 સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ સાથે લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સનો પણ ઓપ્શન આપી શકે છે.

READ ON APP