Hero Image

મારુતિ સુઝુકીની આ ટોપ સેલિંગ કારની પ્રાઈઝ વધી, ગ્રેન્ડ વિટારા પણ થઈ મોંઘી

Maruti Swift And Grand Vitara Price Hike: ભારતમાં કાર વેચનારી સૌથી મોટી કંપની મારુતિ સુઝુકીએ આ વર્ષે જાન્યુઆરીમાં પોતાની તમામ કારની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. હવે વર્ષ 2024ના ચોથા મહિનામાં એટલે કે એપ્રિલમાં જ કંપનીએ બે ખૂબ જ લોકપ્રિય મોડલની કિંમતોમાં વધારો કર્યો છે. મારુતિ દ્વારા જે બે કારની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે તે સૌથી વધુ વેચાતી હેચબેક સ્વિફ્ટ તેમજ લોકપ્રિય SUV ગ્રાન્ડ વિટારા છે.
મારુતિ સુઝુકી ઈન્ડિયાએ સ્વિફ્ટની કિંમતમાં 25,000 રૂપિયાનો વધારો કર્યો છે. આ સિવાય ગ્રાન્ડ વિટારા એસયુવીના પસંદગીના મોડલની કિંમતોમાં પણ 19,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવી કિંમતો 10 એપ્રિલ, 2024થી લાગુ થઈ ગઈ છે. સ્વિફ્ટ 25000 રૂપિયા મોંઘીમારુતિ સુઝુકીએ કહ્યું કે સ્વિફ્ટની કિંમતમાં 25,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે જ સમયે, ગ્રાન્ડ વિટારાના સિગ્મા વેરિઅન્ટની કિંમતમાં 19,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કિંમત વધતા પહેલા મારુતિ સુઝુકી સ્વિફ્ટની એક્સ-શોરૂમ કિંમત 5.99 લાખ રૂપિયાથી શરૂ થઈને 8.89 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. હવે તેની કિંમત 5.99 લાખ રૂપિયાથી 9.03 લાખ રૂપિયા સુધીની છે. તે જ સમયે, મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારાના સિગ્મા વેરિઅન્ટની કિંમત વધીને 10.8 લાખ રૂપિયા થઈ ગઈ છે. જાન્યુઆરીમાં પણ ભાવમાં વધારો કરાયો
તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2024માં મારુતિ સુઝુકીએ તેની સમગ્ર લાઇનઅપની કિંમતોમાં 0.45%નો વધારો કર્યો છે. તે સમયે કંપનીએ વધતી જતી કિંમતો, ઈન્ફ્લેશન અને કોમોડિટીના ભાવમાં થયેલા વધારાને મુખ્ય કારણો ગણાવ્યા હતા. નવી સ્વિફ્ટ ટૂંક સમયમાં એન્ટ્રી કરશેઆ બધાની વચ્ચે તમને જણાવી દઈએ કે મારુતિ સુઝુકી આ વર્ષે તેની નેક્સ્ટ જનરેશન સ્વિફ્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેના એક્સટીરિયર અને ઈન્ટિરિયરમાં વર્તમાન મોડલની સરખામણીમાં ઘણી બધી અપડેટ જોવા મળશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આગામી સ્વિફ્ટ મોડલમાં નવા એન્જિન અને વધુ સારી માઈલેજ સાથે ઘણા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ હશે. અપડેટેડ સ્વિફ્ટ દેખાવ અને ડિઝાઇનની દ્રષ્ટિએ પણ ઘણી સારી હશે.

READ ON APP