Hero Image

Cause of Type 2 Diabetes: ખાંડ કે ગળપણ નહીં ડાયાબિટીસ માટે આ ચીજ છે જવાબદાર, એક ખોરાકથી શુગર રહેશે નિયંત્રિત

Root Cause of Type 2 Diabetes: ડાયાબિટીસ એક સાયલન્ટ કિલર છે, જે ધીરેધીરે અંગોને ખરાબ કરી શકે છે. તેમાં બ્લડશુગર વધી જાય છે ઉપરાંત યુરિન, નસ અને કીડનીને લગતી બીમારીઓ પણ થઇ શકે છે. આ બીમારી જ્યારે જૂની થઇ જાય ત્યારે તેનાથી બચવું મુશ્કેલ કામ છે. ખાસ કરીને ખાંડ ઉપરાંત ગળ્યા પદાર્થોને ડાયાબિટીસનું કારણ ગણવામાં આવે છે.

જો કે, ડો.
વિકાસ દિવ્યકિર્તિ (Dr. Vikas Divyakirti) અનુસાર, ડાયાબિટીસનું મૂળ કારણ કંઇક અલગ જ છે. દિલ્હી વિશ્વ વિદ્યાલયની હંસરાજ કોલેજના એક કાર્યક્રમમાં તેઓએ બાળકોને જણાવ્યું કે, જે લોકો એવું માને છે કે ખાંડ અથવા ગળપણ ડાયાબિટીસનું મૂળ કારણ છે તે સંપૂર્ણ સત્ય નથી. હકીકતમાં ડાયાબિટીસ સ્ટ્રેસના કારણે થાય છે. ડાયાબિટીસ થયા બાદ ગળ્યું ખાવાની મનાઇ છે. ખાંડ ખાવાથી નહીં પણ તણાવના કારણે ડાયાબિટીસ થાય છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)
​સ્ટ્રેસ છે મુખ્ય કારણ

તણાવના કારણે માત્ર ડાયાબિટીસ જ નહીં અન્ય બીમારીઓનું પણ જોખમ રહેલું છે. ડાયાબિટીસ યુકે (Diabetes UK)

અનુસાર, ટાઇપ 2 ડાયાબિટીસ અને તણાવ વચ્ચે ઉંડો સંબંધ છે. સ્ટ્રેસ મોટાંભાગે પેન્ક્રિયાઝના ઇન્સ્યૂલિન હોર્મોન બનાવતા સેલ્સને કામ કરવાથી અટકાવે છે. જેના કારણે બ્લડશુગર વધી જાય છે. જો કે, માત્ર તણાવગ્રસ્ત રહેવાથી ડાયાબિટીસ થઇ શકે છે કે કેમ તે અંગે વધુ રિસર્ચ જરૂરી છે.


​ડાયાબિટીસમાં તણાવનો પ્રભાવ

તણાવના કારણે કોર્ટિસોલ અને એડ્રેનાલાઇન હોર્મોન્સ વધી જાય છે, જે લાંબાગાળે શરીર માટે નુકસાનદાયક સાબિત થાય છે. તેના કારણે ઇન્સ્યૂલિન બેઅસર થઇ શકે છે, જેને ઇન્સ્યૂલિન રેઝિસ્ટન્ટ કહેવામાં આવે છે. તેમાં સેલ્સ ગ્લૂકોઝનો ઉપયોગ નથી કરી શકતા અને લોહીમાં ગ્લૂકોઝનું પ્રમાણ વધવા લાગે છે.


​ડાયાબિટીસથી પણ થાય છે સ્ટ્રેસ

શુગરની બીમારીના કારણે પણ તણાવ થઇ શકે છે. તેમાં દર્દીને પોતાના ખાનપાન પર ધ્યાન રાખવું જરૂરી છે અને લાઇફસ્ટાઇલને બદલવી પડે છે. શરૂઆતમાં આ તમામ વસ્તુઓ થોડી પડકારજનક રહી શકે છે અને તેના કારણે સ્ટ્રેસ થઇ શકે છે.


​ડાયટમાં સામેલ કરો શક્કરિયા

તણાવથી શરીરને બચાવવું હોય તો શક્કરિયાનું સેવન શરૂ કરો. પોષણથી ભરપૂર શક્કરિયા એક હેલ્ધી કાર્બ્સ ફૂડ છે, તેનું સેવન કરવાથી કોર્ટિસોલ લેવલ ઘટે છે. સાથે જ તે ડાયાબિટીક ફ્રેન્ડલી ફૂડ છે જે બ્લડશુગરને રેગ્યુલેટ કરે છે. તમે તેને ઉકાળીને અથવા શેકીને ખાઇ શકો છો.


​તણાવને દૂર રાખવાના અન્ય ઉપાયો
  • તમારી મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખો
  • અન્ય સાથે તમારી વાતો શૅર કરો
  • એક્સરસાઇઝ કરવાનું જાળવી રાખો
  • હેલ્ધી ડાયટ લો

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

READ ON APP