Hero Image

Vitamin B12: આ કામ કરવાથી સરળતાથી મળશે B12 અને D, દૂર થશે શરીરની કમજોરી-લોહીની ઉણપ; ડોક્ટરની ગેરેન્ટી

Vitamin B12 Tips: વિટામિનની ઉણપ જોખમી ગણાય છે, જો શરીરની તપાસમાં વિટામિન બી12 અથવા વિટામિન ડી લેવલ ઘટી ગયું છે તો તેને નજરઅંદાજ ના કરો. જ્યાં વિટામિન ડીની ઉણપના કારણે હાડકાં તૂટી જાય છે, જ્યારે વિટામિન બી12ની ઉણપથી નર્વસ સિસ્ટમ અને નસોને કમજોર બનાવી દે છે.

જો વિટામિન સપ્લિમેન્ટ્સ લીધા બાદ પણ વિટામિન બી12 કે ડીની ઉણપ રહે છે તો
ન્યૂરોલોજિસ્ટ ડો. પ્રિયંકા શેહરાવત (Dr.Priyanka Sehrawat, Neurologist) પાસેથી જાણો કેટલાંક સરળ ઉપાય. ડોક્ટરે જણાવ્યું કે, વિટામિન બી12, વિટામિન ડી અને આયર્ન લેવાનો એક ખાસ સમય હોય છે. દિવસ દરમિયાન અહીં જણાવેલા સમય પર આ વિટામિન્સ લેવાથી સૌથી વધુ ફાયદો મળે છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)
​વિટામિન બી12 લેવાની યોગ્ય રીત

વિટામિન બી12 એક વોટર સોલ્યૂબલ વિટામિન છે. B1, B2, B6 અને B9 પણ આ પ્રકારે પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. વિટામિન સી પણ આ જ પ્રકારે કામ કરે છે. તેને અસર દેખાડવા માટે ખાવાની જરૂર નથી હોતી. તે ખાલી પેટ સૌથી વધુ અવશોષિત થાય છે, તેથી તેને બ્રેકફાસ્ટના 1 કલાક પહેલાં અથવા 1 કલાક બાદ લેવા જોઇએ.


ડોક્ટર પાસેથી જાણો વિટામિન્સ લેવાનો યોગ્ય સમય

​વિટામિન ડી માટે સમય

વિટામિન ડી ફૅટ સોલ્યૂબલ હોય છે અને તેને અસર દેખાડવા માટે ફૅટ અથવા ખાવાની જરૂર છે. તેથી તેને દિવસના એક સમયના ભારે ખોરાક બાદ લો. દૂધ સાથે તેનો પાઉડર સપ્લિમેન્ટ લેવો વધારે અસરદાર હોય છે. કારણ કે તે કેલ્શિયમ સાથે અવશોષિત થઇ જાય છે.


​આયર્ન કેવી રીતે મળશે?

લોહીની માત્રા વધારવા માટે આયર્નની ટેબલેટ બ્રેકફાસ્ટના 1 કલાક બાદ લેવી જોઇએ. આ માટે વિટામિન સીવાળા ફૂડ્સની સાથે લેવાની જરૂર છે. આ માટે આયર્નની ગોળીની સાથે લીંબુ પાણી અથવા સંતરા ખાઇ શકાય છે. આયર્નની સાથે વિટામિન સીની ટેબલેટ લઇ શકાય છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

READ ON APP