Hero Image

કેનેડામાં હવે લોકોને વરસાદનાં પાણી પર પણ ટેક્સ ભરવો પડશે? નાગરિકો પર નવી મુશ્કેલી આવી!

Canada Rain Tax: કેનેડામાં આગામી મહિનાથી Rain Tax લાગુ થવા જઈ રહ્યો છે. આની જાહેરાત ત્યાંની સરકારે કરી દીધી છે. મીડિયા અહેવાલો પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોમાં ટોરંટો સહિત લગભગ સમગ્ર કેનેડામાં સ્ટોર્મવોટર મેનેજમેન્ટની એક મોટી સમસ્યા સામે આવી હતી. આના કારણે લોકોનાં દૈનિક જીવન પર પણ અસર પડી હતી એટલું જ નહીં સામાન્ય નાગરિકો પણ સતત મુશ્કેલીઓ વેઠી રહ્યા હતા.
હવે આના કારણે સરકારે બધાને ચોંકાવી નાખે તેવો નિર્ણય લીધો છે. કેનેડામાં અત્યારે લોકોની સમસ્યાનું નિવારણ થાય એના માટે સુવિધાઓ શરૂ કરી દેવામાં આવી છે. સરકાર તરફથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનાવાઈ છે. આ સિસ્ટમનાં માધ્યમથી જે એક્સ્ટ્રા પાણી એકત્રિત થયું છે તે બહાર કાઢવામાં આવશે. આનાથી ઘણી મોટી સમસ્યાનું નિવારણ આવી શકે તેમ લાગી રહ્યું છે. વરસાદનાં દિવસોમાં ધોધમાર વરસાદ પડે છે જેના કારણે કેનેડામાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં ઠંડીમાં બરફ ઓગળી જવાને કારણે પણ ચારેય બાજુ પાણી જ પાણી ફેલાયેલું રહે છે. શહેરોમાં મકાનોથી લઈ રસ્તાઓ પણ કોંક્રિટનાં બનેલા છે. તેવામાં પાણી પણ ઝડપથી સૂકાઈ જાય છે. જો પાણી ત્યારપછી બહાર રસ્તાઓ પર આવી જાય તો પણ અન્ય એક સમસ્યા ઊભી થઈ જાય છે. આનાથી મોટાભાગે જોવા જઈએ તો રસ્તાઓ અને નાળા છે જે ચક્કાજામ થઈ જાય એવી સમસ્યા પણ ઉત્પન્ન થાય છે. વરસાદી માહોલમાં આ મામલો વધારે ગંભીર થઈ જાય છે. કારણ કે પાણી નાળાઓ અને લોકોનાં રેસિડેન્શિયલ પ્લોટ છે એના રસ્તાઓ પર પણ પથરાઈ જાય છે. આનાથી ઘણી ગંભીર બીમારીઓ પણ ઉત્પન્ન થાય છે એટલું જ નહીં લોકો હોસ્પિટલ ભેગા થાય એવો વારો પણ આવે છે. હવે આ સમયે રનઓફની સમસ્યાથી બહાર આવવા માટે ટોરંટો પ્રશાસને સ્ટોર્મવોટર ચાર્જ એન્ડ વોટર સર્વિસ ચાર્જ કંસલ્ટેશન સાથે વાતચીત શરૂ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર આ નિયમને રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સની સાથે સાથે ત્યાંના ઓફિસ, હોટલ વગેરે જગ્યાએ લાગી શકે છે. કેનેડાનાં લોકોમાં નારાજગી ફેલાઈ
સરકારનાં આવા નિયમનાં આગમનથી જ લોકોમાં નારાજગી વધી ગઈ છે. અત્યારનાં સમયમાં પણ ટોરંટોનાં લોકો પાણી માટે ટેક્સ પે કરી રહ્યા છે. તેવામાં સ્ટોર્મવોટર મેનેજમેન્ટનો નવો ખર્ચો તેમના માટે અસહ્ય અનુભવાઈ રહ્યો છે. તે લોકો આ અંગે સખત નારાજ છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે નવા નિયમ આવવાથી આવા લોકોના ખર્ચાઓમાં પણ વધારો થશે. જે સ્ટોર્મ વોટર વિસ્તારમાં આવે છે. આના સિવાય વધારે વસતિ હોય તેવા વિસ્તારોમાં રહેતા લોકો પર ગંભીર અસર પડી શકે છે. કારણ કે અહીં ખાલી જગ્યા ઓછી હોવાથી પાણી ઝડપથી સુકાઈ શકતું નથી.

READ ON APP