Hero Image

કેનેડાએ સિટિઝન્સને ભારતમાં જોખમ હોવાની એડવાઈઝરી બહાર પાડી! જણાવ્યું ચોંકાવનારુ કારણ

Canada travel advisory: કેનેડાએ પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી દીધી છે. જેમાં તેમને ભારત પ્રવાસ કરતા પહેલા કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી એ પણ નોંધવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ભારતમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેનેડાએ પોતાના નાગરિકોને માટે એડવાઈઝરી બહાર પાડી દીધી છે. કેનેડાએ કહ્યું છે કે ભારતમાં વિરોધ પ્રદર્શન થઈ શકે છે.
આ કેનેડાની એડવાઈઝરીમાં એવું પણ નાગરિકોને કહેવાયું છે કે અઘોષિત કરફ્યૂ જેવી સ્થિતિનું નિર્માણ પણ અત્યારે ઈલેક્શન સુધીમાં થઈ શકે છે. જેથી ત્યાં ચોક્કસ પ્રદેશોમાં જવું ટાળવું જોઈએ. કેનેડા દ્વારા બુધવારે એડવાઈઝરીમાં કહેવાયું હતું કે ભારતમાં રહેતા સમયે વધુમાં વધુ સતર્કતા વર્તવાની જરૂર છે. આના સિવાય સંસદીય ચૂંટણીને લઈને પણ એડવાઈઝરીમાં એક પાર્ટ એડ ઓન કરાયો છે. જેમાં લખાયું છે કે સામાન્ય ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન 2024 વચ્ચે નક્કી છે. ચૂંટણી પહેલા, ચૂંટણી સમયે અને પછી પણ પ્રદર્શન થઈ શકે છે.
કેનેડાએ પોતાના નાગરિકોને ચેતવણી આપી દીધી છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વાહનવ્યવહારની સમસ્યા થઈ શકે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ પ્રભાવિત થઈ શકે છે. કેનેડાએ કહ્યું હતું કે આ દરમિયાન કોઈપણ પ્રકારની નોટિસ વગર પણ કરફ્યૂ લાદી દેવામાં આવી શકે છે. તેણે યાત્રિઓને એવી જગ્યાથી દૂર રહેવાની સૂચના આપી દીધી છે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયો હોય અથવા તો પ્રદર્શન કરી રહ્યા હોય. આના સિવાય આ એડવાઈઝરીમાં ઘણી જૂની વાતો પણ સામેલ કરવામાં આવી છે. જે તેણે ગત ઓક્ટોબરમાં બહાર પાડી હતી. કેનેડાએ કહ્યું હતું કે કેનેડા અને ભારત વચ્ચે અત્યારે સંબંધો ઠીક નથી.
એવું પણ લખાયું હતું એમાં કે કેનેડા પ્રત્યે ત્યાં પોઝિટિવ માઈન્ડ સેટ પણ નથી. કેનેડા વિરોધી પ્રદર્શન પણ થઈ શકે છે અને કેનેડાનાં નાગરિકોની સાથે દુર્વ્યવહારની પણ સંભાવના છે એવું જણાવાયું છે. ઘણા સમય પહેલા એવી પણ એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી કે ભારતમાં લો પ્રોફાઈલ રહેવાનું. એટલું જ નહીં તેમની અંગત જાણકારી કોઈને શેર ન કરવા પણ જણાવાયું હતું. એટલું જ નહીં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ભીડવાળી જગ્યાથી દૂર રહેવા જણાવાયું હતું. તમારા મિત્રો કે સંબંધીઓ જોડે જ મુસાફરી કરવા જણાવાયું હતું.
આ જે એડવાઈઝરી છે એમાં ખાસ કરીને બેંગ્લોર, ચંદીગઢ અને મુંબઈનો ઉલ્લેખ કરાયો હતો. ભારતે જ્યારે કેનેડા વિરૂદ્ધ એક્શન લીધું હતું ત્યારપછીથી 41 રાજનયિકોને પરત બોલાવી લેવાયા હતા.

READ ON APP