Hero Image

ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝામાં 'No Further Stay'ની શરત મૂકી, ભારતીયોની ચિંતા વધી

ઓસ્ટ્રેલિયાએ પોતાની વિઝા નીતિ કડક બનાવી છે જેમાં ખાસ કરીને સ્ટુડન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તેવું લાગે છે. ઓસ્ટ્રેલિયન સરકારે સ્ટુડન્ટ વિઝાની સાથે 'No Further Stay'ની શરત મૂકી છે. એટલે કે વિઝા હોલ્ડરો ઓસ્ટ્રેલિયામાં હોય તે દરમિયાન બીજા કોઈ વિઝા માટે અરજી કરી શકતા નથી. આમ કરવા પાછળનો ઈરાદો ઓસ્ટ્રેલિયામાં માઈગ્રન્ટની સંખ્યા પર અંકુશ મૂકવાનો છે.
'No Further Stay'ની શરત શું છેનો ફર્ધર સ્ટે શરત હેઠળ વિઝાધારકો ઓસ્ટ્રેલિયામાં બીજા કોઈ વિઝા માટે અરજી કરી શકતા નથી. એટલે કે તેમના સ્ટુડન્ટ વિઝા ચાલુ હોય તે વખતે વર્ક વિઝા કે પર્મેનન્ટ રેસિડન્સીની અરજી ન કરી શકે. તેમણે સ્ટુડન્ટ વિઝા એક્સપાયર થાય ત્યારે ઓસ્ટ્રેલિયા છોડવું પડે અને પછી જ નવા વિઝાની અરજી કરવી પડે. અમુક ચોક્કસ કેસમાં છુટ અપાઈ છે. બાકી સ્ટુડન્ટ ઓસ્ટ્રેલિયામાં રહીને બીજા વિઝાની અરજી કરી શકશે નહીં. આ નિયમ તમામ સ્ટુડન્ટને લાગુ પડશે પછી તેના વિઝા વેલિડ હોય, કે એક્સપાયર થઈ ગયા હોય. વિદ્યાર્થીઓ ટેમ્પરરી વિઝાનો ઉપયોગ કરીને ઓસ્ટ્રેલિયામાં જુદા જુદા ટાઈપના વિઝા માટે અરજી કરતા રહી પોતાનું રોકાણ સતત વધારતા ન જાય તે માટે આ નિયમ ઘડાયો છે. તેની પાછળનો હેતુ એ છે કે વ્યક્તિ અસલમાં જે વિઝા માટે આવી હોય તેના હેતુનું જ પાલન કરે અને વિઝા ઓવરસ્ટે ન કરે. શરૂઆતમાં આ નિયમ ટુરિસ્ટ વિઝા જેવા શોર્ટ ટર્મ વિઝા માટે હતો જેથી કરીને કોઈ તેને એક્સ્ટેન્ડ ન કરાવે. પરંતુ પછી આ નિયમ સ્ટુડન્ટ માટે પણ લાગુ થયો. તેના કારણે વિદેશી સ્ટુડન્ટ અને વર્કરની સમસ્યા વધી જશે. ખાસ કરીને સ્ટુડન્ટ પર તેની વધુ અસર પડશે. ધારો કે કોઈ વિદ્યાર્થી પોતાના સ્ટુડન્ટ વિઝાની વેલિડિટી પછી પણ ઓસ્ટ્રેલિયામાં રોકાવા માગે છે, તો તેણે પોતાના દેશ પરત જવું પડશે અને ત્યાંથી નવા વિઝા માટે અરજી કરવી પડશે. તેના કારણે જે લોકો પોતાના સ્ટુડન્ટ વિઝા પૂરા થાય ત્યાર પછી ઓસ્ટ્રેલિયામાં વધુ ભણવા અથવા કામ કરવા માટે રોકાવા માગે છે તેમને ફટકો પડશે. તેથી ઓસ્ટ્રેલિયા ભણવા જઈ રહેલા સ્ટુડન્ટે પહેલેથી આ વાત સમજી લેવી જરૂરી છે જેથી કરીને તેના પ્લાન વિખાઈ ન જાય. કોને નિયમોમાં છૂટછાટ મળી શકે?
કેટલીક ચોક્કસ સ્થિતિમાં તમે 'No Further Stay'ના નિયમમાં છૂટની માંગણી કરી શકો છો. જેમ કે તમારી મેડિકલ કંડિશન એટલી ખરાબ હોય કે ટ્રાવેલ ન કરી શકો, તમારા દેશમાં યુદ્ધ અથવા સિવિલ વોર ચાલુ હોય, તમારા દેશમાં ભયંકર કુદરતી આફત આવી હોય તો તમને આ નિયમમાં છૂટછાટ મળી શકે છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં તમારી નિકટની વ્યક્તિ બહુ ગંભીર સ્થિતિમાં હોય અથવા મૃત્યુ થયું હોય, તમારી સ્કૂલ તમને એપ્રૂવ્ડ કોર્સ આપી શકતી ન હોય તો પણ રાહત મળી શકે છે. પરંતુ કેટલાક બહાના બિલકુલ ચલાવવામાં નહીં આવે. જેમ કે તમે કોઈ ઓસ્ટ્રેલિયન સિટિઝન સાથે લગ્ન કર્યા હોય, તમારા કોર્સમાં તમે નાપાસ થયા હોવ, ઓસ્ટ્રેલિયામાં ગર્ભવતી બન્યા હોવ, તમારા વિઝાની શરતો વિશે ખબર ન હોય, વગેરે કારણોથી તમને 'No Further Stay' ની શરતમાં મુક્તિ નહીં મળે. આ એક એવો નિયમ છે જેનાથી ભારતીય સ્ટુડન્ટની રોજગાર શોધવાની ક્ષમતાને અસર થઈ શકે છે. જો વિદ્યાર્થીઓ પોતાના ભણતર માટે પાર્ટ ટાઈમ જોબ પર આધારિત હોય તેમને મુશ્કેલી થશે. પોસ્ટ ગ્રેજ્યુએશન રોજગારીની તક પણ ઘટી જશે અને ભવિષ્ય માટે એક પ્રકારની અનિશ્ચિતતા સર્જાશે.

READ ON APP