Hero Image

IPL ટીમ KKRની ફ્લાઈટ 2 વાર ફેલ એટેમ્પ્ટ લેન્ડિંગ થતા ફસાઈ! વીજળીના કડાકા વચ્ચે ઈમરજન્સીમાં શું થયું?

KKR Flight divert: IPL 2024 વચ્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે મોટી ઘટના બની છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચ પછી KKRની ટીમ ચાર્ટર પ્લેનથી લખનઉથી કોલકાતા માટે નીકળી હતી. જોકે મોડી રાત્રે ખરાબ વાતાવરણને કારણે કોલકાતા નાઈડ રાઈડર્સની ફ્લાઈટનું 2 વાર ફેલ લેન્ડિંગ થયું અને ટીમ કોલકાતા તો પહોંચી જ નહોતી શકી. વીજળીના કડાકા ભડાકા વચ્ચે આવું થતા ખેલાડીઓ પણ ચિંતિત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
જોકે ત્યારપછી ઈમરજન્સીમાં ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. 2 કલાક સુધી ટીમ રોકાઈઉલ્લેખનીય છે કે સોમવારે એટલે કે 6 મેના દિવસે સાંજે કોલકાતમાં જોરદાર વાવાઝોડુ આવ્યું હતું અને વીજળીના કડાકા ભડાકા સાથે વાદળો ગરજતા હતા. આ દરમિયાન ધોધમાર વરસાદ પણ પડી રહ્યો હતો અને ખરાબ વાતાવરણને લીધે ફ્લાઈટ લેન્ડિંગમાં પણ તકલીફ પડી રહી હતી. આનાથી 12 ફ્લાઈટ્સને અસર થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાંથી એક કોલાકાતા ટીમનું ચાર્ટડ પણ હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ટીમ પોતાની ચાર્ટર્ડ ફ્લાઈટથી સોમવારે કોલકાતા પહોંચી હતી પરંતુ અહીં તેમની ફ્લાઈટનું ફેલ ટૂ એટેમ્પ્ટ લેન્ડિંગ થયું હતું.
જેના કારણે આ ફ્લાઈટને ડાયવર્ટ કરાવવી પડી હતી અને તેને કોલકાતાથી ગુવાહાટી મોકલાઈ હતી. જોકે આ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે જે પ્રમાણે માહોલ હતો જેનાથી અંદર બેઠેલા ખેલાડીઓ પણ બે ઘડી ગભરાઈ ગયા હતા એવી માહિતી મીડિયા રિપોર્ટ્સ થકી મળી રહી છે. ત્યારપછી આ ટીમ ગુવાહાટી પહોંચી ગઈ હતી અને અહીં લગભગ 2 કલાક સુધી વેઈટિંગ ટાઈમ તેમનો રહ્યો હતો. જ્યાં થોડો સમય રહ્યા બાદ તેમને બીજી ઉડાન માટે મંજુરી મળી ગઈ હતી. કોલકાતાની પ્લેઓફમાં લગભગ જગ્યા નક્કીબોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનની માલિકાના હકવાળી કોલકાતા ટીમે આ IPL સિઝનમાં પ્લેઓફમાં લગભગ પોતાની જગ્યા પાક્કી કરી દીધી છે.
કોલકાતાએ અત્યારસુધી 6 મે સુધી 11 મેચ રમી છે જેમાંથી 8મા તેણે જીત દાખવી છે અને 16 પોઈન્ટ પણ મેળવી લીધા છે. આની સાથે જ અત્યારે કોલકાતાની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર આવી ગઈ છે. હવે એક જીત મળી જાય એટલે કોલકાતાની ટીમની જગ્યા પ્લેઓફમાં લગભગ નક્કી થઈ જશે. આ ટીમની આગામી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે 11 મેના દિવસે છે. જે કોલકાતામાં જ રમાશે.

READ ON APP