Hero Image

...તો હું ટીમ ઈન્ડિયાને ચીયર કરીશ, T20 વર્લ્ડ કપ ટીમ અંગે શુભમન ગિલે આપ્યો જવાબ

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત થોડા જ દિવસોમાં થવાની છે. તે પહેલા ભારતના યુવાન બેટ્સમેન શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે તેની સંભવિત પસંદગી અને બિન-પસંદગી વિશે ખુલ્લા મને વાત કરી હતી. ટીમના સૌથી આશાસ્પદ યુવાન બેટ્સમેનોમાંનો એક શુભમન ગિલ તાજેતરના સમયમાં T20 ક્રિકેટમાં પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યો નથી.
IPL 2024માં ગુજરાત ટાઈટન્સ માટે તેનું ફોર્મ સારું રહ્યું નથી. ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે 9 મેચમાં 38ની એવરેજ અને 146.15ના સ્ટ્રાઈક રેટથી 304 રન નોંધાવ્યા છે. જ્યારે ભારત માટે 14 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં શુભમન ગિલ નવ વખત સિંગલ ડિજિટમાં આઉટ થયો છે. વર્લ્ડ કપ રમવું એ શુભમન ગિલ માટે એક સ્વપ્ન જેવું છેશુભમન ગિલ ટી-20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમમાં પસંદ થવાને લઈને આશાવાદી હોઈ શકે છે, પરંતુ તેણે એ પણ સ્વીકાર્યું છે કે ટીમમાં પસંદ ન થવું નિરાશાજનક રહેશે. તેણે એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, હું ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપ રમ્યો હતો અને વર્લ્ડ કપમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સપના જેવું હતું. જો હું આ વર્ષે રમાનારા T20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવી શકીશ તો તે એક સ્વપ્ન સાકાર થવા બરાબર હશે. ગયા વર્ષના વર્લ્ડ કપનો અનુભવ અમને વર્લ્ડ કપ જીતવાના અમારા પ્રયાસોમાં મદદ કરશે. ટીમમાં પસંદગી ન થવાની સંભાવના વિશે પૂછવામાં આવતા ગિલે કહ્યું હતું કે, ગત સિઝનમાં લગભગ 900 રન નોંધાવ્યા પછી એક ખેલાડી તરીકે હું ચોક્કસપણે નિરાશ થઈશ. જો હું ટીમમાં પસંદગી નહીં પામું તો ટીમ ઈન્ડિયાને ચીયર્સ કરીશ અને ટીમનો ઉત્સાહ વધારીશ. ઓપનિંગ માટે ઘણા દાવેદારો
ભારતીય T20 ટીમમાં ઓપનિંગ સ્લોટ માટે શુભમન ગિલ પડકારનો સામનો કરી રહ્યો છે. રોહિત શર્મા પહેલાથી જ કેપ્ટન તરીકે ટીમમાં છે, ત્યારબાદ વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ પણ આ જ ભૂમિકા માટે દાવેદાર છે. IPL 2024માં કોહલી અત્યાર સુધી સૌથી વધુ રન નોંધાવનાર ખેલાડી છે, જ્યારે યશસ્વી જયસ્વાલનું પ્રદર્શન પણ સાતત્યપૂર્ણ રહ્યું છે. T20માં ભારત માટે તેનો રેકોર્ડ પણ મજબૂત છે. ડાબોડી બેટ્સમેન હોવાના કારણે જયસ્વાલ ટોચના ક્રમમાં વધુ સારું સંતુલન પ્રદાન કરે છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ આ ટૂંકા ફોર્મેટમાં શુભમને ગિલ કરતા સારો રહ્યો છે. આ સિવાય અન્ય કેટલાક ખેલાડીઓ છે જે આઈપીએલમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે અને પસંદગીકારો તેમના પર પણ નજર રાખી રહ્યા છે. તેથી શુભમન ગિલ માટે ટી20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં પસંદ થવું પડકાર ભરેલું છે.

READ ON APP