Hero Image

ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લોન્ચ, ભગવા રંગની સ્લિવ્સથી લઈ ત્રિરંગા ડિઝાઈનથી સજ્જ

Indian Team World Cup Jersey: T20 વર્લ્ડ કપ આગામી મહિનાથી શરૂ થવા જઈ રહ્યો છે. IPL પછી તરત જ ટી20 વર્લ્ડ કપ શરૂ થશે. આ ટૂર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા મળીને હોસ્ટ કરશે. ભારતીય ક્રિકેટ ટીમે પહેલા જ 15 ખેલાડીઓની ટીમ પસંદ કરી લીધી છે, જેમાં કેટલાક યુવા ખેલાડીઓને પણ તક મળી ગઈ છે. રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ટીમમાં સતત બેટ્સમેન કમાલ કરી રહ્યા છે.
રિંકુ સિંહને જગ્યા નથી મળી તો ગિલ અને બિશ્નોઈ પણ બહાર છે. ટી20 વર્લ્ડ કપની જર્સી લોન્ચએડિડાસે આગામી ટી20 વર્લ્ડ કપ માટે ભારતની જર્સી લોન્ચ કરી દીધી છે. નવી જર્સીમાં વી શેપની ગરદન પર ત્રિરંગો એડ્જ્સ પર દોર્યો છે. તેની સ્લિવ ભગવા રંગની છે અને બાદમાં બ્લૂ રંગની જર્સી જોવા મળી રહી છે. આની સાથે જ સાઈડમાં પણ એક ભગવા રંગની લાઈન જોવામાં આવી રહી છે. જર્સી લોન્ચ થઈ એની પહેલાની ફોટો જ સોશિયલ મીડિયામાં લીક થઈ ગઈ હતી. હવે એડિડાસે જર્સી પણ જાહેર કરી દીધી છે. જર્સીનો વેઈટ કરી રહ્યા હતા ફેન્સદરેક આઈસીસી ઈવેન્ટની પહેલા ટીમોની નવી જર્સી લોન્ચ થાય છે. ક્રિકેટ ફેન્સ ભારતની ઓફિશિયલ ટી20 વર્લ્ડ કપ જર્સીનો વેઈટ કરી રહ્યા હતા. એડિડાસ બીસીસીઆઈનું કિટ સ્પોન્સર છે અને આ વનડે અને ટી20 માટે અલગ અલગ જર્સી પણ બનાવે છે. વનડેની જર્સીમાં કોલર હોય છે અને તેના પર લાયન જેવી લાઈન બનેલી જોવા મળે છે. વળી ટી20ની જર્સીમાં અશોક ચક્ર હોય છે જે આપણા રાષ્ટ્રધ્વજમાં પણ છે. બંને જ જર્સી પર ખબા પર પણ લાઈન જોવા મળે છે. ભારતનાં ગ્રુપમાં પાકિસ્તાનની ટીમ
ટી 20 વર્લ્ડ કપના ગ્રુપમાં ભારતીય ટીમ ગ્રુપ - Aમાં છે, જ્યારે પાકિસ્તાની ટીમ પણ ગ્રુપ - Aમાં ભારત સાથે જ છે. 5 જૂને ભારતીય ટીમ આયરલેન્ડ વિરૂદ્ધ પોતાની પહેલી મેચ રમશે. ત્યારપછી 9 જૂને મહામુકાબલામાં ભારતનો સામનો પાકિસ્તાન સામે થશે. પછી 12મી તારીખે અમેરિકા અને 15મી તારીખે કેનેડા સામે ભારતની ટક્કર થશે. 26 અને 27 જૂને સેમિફાઈનલ રમાશે જ્યારે 29 જૂને ફાઈનલ મેચ પણ રમાશે.

READ ON APP