Hero Image

RCBએ SRHનું અભિમાન તોડ્યું, શાનદાર જીત સાથે પ્લેઓફની આશા જીવંત

RCB vs SRH: રજત પાટીદારની વિસ્ફોટક ફિફ્ટી અને વિરાટ કોહલીની ક્લાસિકલ અડધી સદી બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુરુવારે રાત્રે સનરાઈઝર્સ હૈદરાબાદને તેમના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે 35 રનથી હરાવ્યું હતું. IPL 2024માં છેલ્લી સતત ચાર મેચ જીત્યા બાદ હૈદરાબાદની આ પ્રથમ હાર છે. ટોસ હાર્યા બાદ આરસીબીએ સાત વિકેટે 206 રન બનાવ્યા હતા.
જેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદને નિયમિત અંતરે સતત ઝાટકાઓ લાગતા રહ્યા અને નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 171 રન જ બનાવી શકી હતી. નવ મેચોમાં RCBની બીજી જીત સાથે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમની પ્લેઓફની આશા જીવંત રાખી છે. હૈદરાબાદ માટે છઠ્ઠા નંબરે આવેલા શાહબાઝ અહેમદે 37 બોલમાં સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. RCB તરફથી સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા અને કેમરન ગ્રીને બે-બે વિકેટ લીધી હતી. SRH માટે આ ઓવર મુશ્કેલ હતીસનરાઈઝર્સ હૈદરાબાદ કે જેણે સિઝનમાં 250થી વધુ રન બનાવ્યા હતા, તે 207 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરી હતી, ત્યારે તેનો ઇન-ફોર્મ વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડ પહેલા જ 1 રન બનાવીને વિદાય થયો હતો. આની સાથે તેનો પાર્ટનર અભિષેક શર્મા પણ ચોથી ઓવરમાં આઉટ થયો હતો અને પાંચમી ઓવરમાં સ્પિનર સ્વપ્નિલ સિંહે બીજા બોલ પર એડન માર્કરમ અને છેલ્લા બોલ પર હેનરિક ક્લાસેન જેવા ખતરનાક બેટ્સમેનોને આઉટ કરીને આખી ટીમની કમર તોડી નાખી હતી. વિજયના હીરો રજત પાટીદાર,
  • વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે (12 બોલમાં 25 રન) હૈદરાબાદ ટીમના બોલરો સામે આક્રમક બેટિંગ કરી અને ઝડપથી રન ઉમેર્યા હતા.
  • સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે તેની પહેલી જ ઓવરમાં 19 રન આપ્યા હતા.
  • આરસીબીએ પહેલા 18 બોલમાં કોઈ નુકશાન વિના 43 રન બનાવ્યા હતા.
  • ચોથી ઓવરમાં પહેલી વિકેટ પડ્યા બાદ ક્રિઝ પર આવેલા રજત પાટીદારે 20 બોલમાં તોફાની 50 રન બનાવ્યા હતા.
  • પાટીદારે 11મી ઓવરમાં માર્કંડેયનાં બોલ પર સતત ચાર સિક્સર ફટકારીને પ્રેશર ઓછું કર્યું.
કોહલીએ 43 બોલમાં 51 રન બનાવ્યા હતા. બીજી વિકેટ માટે રજત પાટીદાર સાથે 65 રનની ભાગીદારીમાં તે માત્ર સિંગલ-ડબલ લેતો રહ્યો. આ સમયે કોહલીનું ધ્યાન તેના સાથી ખેલાડીને સ્ટ્રાઈક આપવા પર હતું. IPLમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ટોપ પર રહેલા કોહલીએ 50 રન બનાવવા માટે 37 બોલનો સામનો કર્યો હતો.

READ ON APP