Hero Image

હવે ઈન્સ્ટાગ્રામ પરથી કરી શકાશે શોપિંગ, આવ્યું આ નવું ફીચર

ઈન્સ્ટાગ્રામ પરથી કરી શકાશે શોપિંગ ફોટો અને વીડિયો શેરિંગ સોશિયલ મીડિયા એપ્લિકેશન ઈન્સ્ટાગ્રામ ઈ-કોમર્સની દિશામાં વધુ એક પગલું આગળ વધ્યું છે. કંપનીએ પોતાના યૂઝર્સને ઈન્સ્ટાગ્રામ પર જ ફેવરિટ બ્રાન્ડની પ્રોડક્ટ ખરીદવા માટેની સુવિધા આપવાનું શરુ કર્યું છે. કંપનીએ સીમિત સ્તરે મંગળવારના રોજ અમેરિકાના પ્લેટફોર્મ પરથી આ સુવિધાની શરૂઆત કરી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો ઈન્સ્ટાગ્રામ પર આવ્યું નવું ફીચર ઈન્સ્ટાગ્રામ ફેસબુકની માલિકીની જ કંપની છે. ઈન્સ્ટાગ્રામે ઓનલાઈન પોસ્ટમાં કહ્યું કે, ‘અમે ઈન્સ્ટાગ્રામ પર પ્રોડક્ટ ખરીદવા માટે સુવિધા આપી રહ્યા છે. જો તમને કોઈ પ્રોડક્ટ ગમે છે તો તમે બીજા એપમાં ગયા વગર ત્યાથી જ તે ખરીદી શકો છો’. કંપનીએ જણાવ્યું કે ચેકઆઉટ બટન પર ટેપ કરતાં જ યૂઝરને સંબંધિત પ્રોડક્ટ આકાર તેમજ રંગ સહિતના અન્ય વિકલ્પો પસંદ કરી શકશે. જે બાદ તે એપ બહાર નીકળ્યા વગર ત્યાં જ પેમેન્ટ કરી શકશે. પેમેન્ટ પણ ત્યાં જ કરી શકાશે
આ પહેલા યૂઝર્સને ઈન્સ્ટાગ્રામ પર કોઈ પ્રોડક્ટ ગમતી હોય તો તેના માટે તેની ઈ-વેબસાઈટ પર જવું પડતું હતું. ઈન્સ્ટાગ્રામ પર પ્રોડક્ટ્સની જાહેરાત છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. આ જાહેરાત પર ક્લિક કરતાની સાથે જ યૂઝર ડાયરેક્ટ રિલેટેડ પેજ પર પહોંચી જશે જ્યાં તે પોતાની પ્રોડક્ટ ખરીદી શકશે.

READ ON APP