Hero Image

રાજદ્રોહનો કાયદો દૂર કરવાની માગ અંગે લો કમિશને આપ્યો રિપોર્ટ

ભારતના લૉ કમિશને રાજદ્રોહ કાયદા પર પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાજદ્રોહ સામે લડનારી IPCની કલમ 124A ને તેના દુરુપયોગને રોકવા માટે કેટલાક સુરક્ષા ઉપાયોની સાથે જાળવી રાખવી જોઈએ. રિપોર્ટમાં એવુ પણ જણાવવામાં આવ્યું કે, તેમા કેટલાક સંશોધનની જરૂર છે જેથી પ્રાવધાનના ઉપયોગના સંબંધમાં વધુ સ્પષ્ટતા લાવી શકાય અને કલમ 124A ના દુરુપયોગ સંબંધી વિચાર પર ધ્યાન આપતા રિપોર્ટમાં એ ભલામણ કરવામાં આવી કે, કેન્દ્ર દ્વારા દુરુપયોગ પર લગામ લગાવતા થયેલા આદર્શ દિશાનિર્દેશ લાગુ કરવાની જરૂર છે.

કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલને લખેલા પોતાના કવરિંગ લેટરમાં 22માં લૉ કમિશનના અધ્યક્ષ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી (રિટાયર્ડ) એ કેટલીક સલાહ પણ આપી છે. તેમા કહેવામાં આવ્યું કે, IPC ની ધારા 124A જેવા પ્રાવધાનની અનુપસ્થિતિમાં, સરકાર વિરુદ્ધ હિંસા ભડકાવનારી કોઈપણ અભિવ્યક્તિ પર નિશ્ચિતરૂપથી વિશેષ કાયદો અને આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત કેસ ચલાવવામાં આવશે. જેમા અભિયુક્તો સામે કેસ લડવા માટે વધુ કડક પ્રાવધાન છે.

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું કે, IPCની કલમ 124A ને માત્ર એ આધાર પર નિરસ્ત કરવો કે કેટલાક દેશોએ એવુ કર્યું એ યોગ્ય નથી કારણ કે, એવુ કરવું ભારતમાં હાલની હકીકત સામે આંખો બંધ કરી લેવા જેવુ હશે. આયોગે એવુ પણ કહ્યું કે, ઔપનિવેશિક વારસો હોવાના આધાર પર રાજદ્રોહને નિરસ્ત કરવો યોગ્ય નથી. તેને નિરસ્ત કરવાથી દેશની અખંડતા અને સુરક્ષા પર પ્રભાવ પડી શકે છે.

જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર રાજદ્રોહ કાયદામાં સંશોધનની તૈયારી કરી રહી છે. તેને લઇને સંસદના મોનસૂન સત્રમાં એક પ્રસ્તાવ પણ લાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગત વર્ષે મે મહિનામાં દેશદ્રોહ કાયદાને સ્થિત કરી દીધો હતો. ત્યારે રાજ્ય સરકારો પાસે ગત વર્ષે મે મહિનામાં દેશદ્રોહ કાયદાને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. ત્યારે રાજ્ય સરકારોને કોર્ટે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી આ કાયદાને લઇને તપાસ પૂરી થવા સુધી પ્રાવધાન અંતર્ગત તમામ પેન્ડિંગ કાર્યવાહીમાં તપાસ ચાલુ ના રાખે. આ ઉપરાંત, ધારા 124A સંબંધમાં કોઈપણ ફરિયાદ દાખલ કરાવવા અથવા કોઈ પણ કઠોર પગલાં લેવાથી દૂર રહેવાના નિર્દેશ આપ્યા.

રાજદ્રોહ અપરાધ પર વિધિ આયોગનો પ્રસ્તાવ

  • રાજદ્રોહના અપરાધ માટે સજા વધારવામાં આવે.
  • આયોગે ભલામણ કરી કે, રાજદ્રોહને ન્યૂનતમ 3થી 7 વર્ષ સુધીની જેલ સાથે દંડનીય બનાવવામાં આવે.
  • ભારતના વિધિ આયોગે કહ્યું કે, ભારતની એકતા અને અખંડતાની રક્ષા માટે રાજદ્રોહ કાયદો આવશ્યક છે.
  • ભારતની આંતરિક સુરક્ષા માટે જોખમ રહેલું છે.
  • નાગરિકોની સ્વતંત્રતા ત્યારે જ સુનિશ્ચિત કરી શકાય છે, જ્યારે રાજ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
  • ભારત વિરુદ્ધ કટ્ટરતા ફેલાવવા અને સરકારને નફરતની સ્થિતિમાં લાવવામાં સોશિયલ મીડિયાની મોટી ભૂમિકા છે.
  • મોટાભાગે વિદેશી શક્તિઓની મદદ અને સુવિધા પર થાય છે, તેને માટે હજુ વધુ જરૂરી છે કે, કલમ 124A લાગૂ થાય.
  • કાયદા મંત્રી અર્જુન મેઘવાલે સલાહ આપી કે, IPCની ધારા 124A જેવા પ્રાવધાનની અનુપસ્થિતિમાં, સરકાર વિરુદ્ધ હિંસા ભડકાવનારી કોઈપણ અભિવ્યક્તિ પર નિશ્ચિતરૂપે વિશેષ કાયદો અને આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત કેસ ચલાવવામાં આવે, જેમા અભિયુક્તો સામે લડવા કડક કાયદા હોય.