Hero Image

NETFLIX પર ના ચાલ્યો કોમેડી કિંગ કપિલ શર્માનો જાદુ?, કેમ થયું શોનું shuter down

કોમેડી કિંગ કપિલશર્માનો NETFLIX પરનો શોનું બે મહિનાના ટૂંકાગાળામાં shuter down થઈ ગયું છે. કપિલ શર્માના શો ટીવી પર જેટલો લોકપ્રિય હતો તેટલી પ્રસિદ્ધિ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ને નથી મળી. ટીવીની સરખામણીએ OTT પર કપિલનો ક્રેઝ દેખાતો નથી. તેમજ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની કયાંય ચર્ચા પણ થઈ રહી નથી. કેમ બે મહિનાના ટૂંકાગાળામાં આ શો બંધ થઈ રહ્યો છે.

તેને લઈને ફિલ્મી નિષ્ણાતો અનેક કારણો આપી રહ્યા છે.

OTT પ્લેટફોર્મ નેટફ્લીકસ પર ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’નિષ્ફળ જવાનું મુખ્ય કારણ તેનું ફોર્મેટ માનવામાં આવે છે. છેલ્લા 11 વર્ષથી કપિલ શર્માના કોમેડી શોમાં કોઈ બદલાવ આવ્યા નથી. જ્યારે છેલ્લા સમયમાં ફિલ્મ જગત અને બહારની દુનિયામાં બહુ મોટા બદલાવ આવ્યા છે. કપિલ શર્મા શોમાં આપણે એ જ ‘બોડી શેમિંગ’, એ જ ‘ફ્લર્ટિંગ’, એ જ ‘મહિલાઓના કપડાં પહેરીને સ્ટેજ પર લુચ્ચાઈ દર્શાવતા પુરુષો’ અને એ જ ‘જોઈએ છીએ. શો દરમિયાન સામે ખુરશી પરના સિટિંગ જજની મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે. શોની તમામ બાબતો એની એજ જોવા મળે છે.

કપિલ સિવાયની ટીમ ચોક્કસ બદલાય છે, પરંતુ કપિલ શર્માની કોમેડી સ્ટાઈલ અને આ શોમાં સામેલ એક્ટ્સ હજુ પણ જૂની છે. આ શો આગામી 10 વર્ષ સુધી ટીવી પર ચાલી શકે છે. પરંતુ OTT પ્રેક્ષકો આ ફોર્મેટથી બિલકુલ પ્રભાવિત થયા ન હતા.

નેટફ્લિક્સની સાથે કપિલની જોડી ફલોપ રહી
એક સમય હતો જ્યારે કપિલ શર્માનો શો બધા જોતા હતા . પરંતુ છેલ્લા એક દાયકાથી કપિલ શર્માનો શો મોટાભાગે ગ્રામીણ (ગામડા) દર્શકો દ્વારા જોવામાં આવતો હતો. કપિલ શર્માનો શો જોનારા આ પ્રેક્ષકો હજુ નેટફ્લિક્સથી દૂર છે. Netflix એ પણ કપિલને તેના થકી ટિયર 2 અને ટાયર 3 પ્રેક્ષકો સુધી પહોંચવાના ઉદ્દેશ્ય સાથે સાઈન કર્યો છે. પરંતુ કપિલના તમામ ચાહકો આ પ્લેટફોર્મનું મોંઘું સબ્સ્ક્રિપ્શન ખરીદી શકતા નથી. અને આ જ કારણ છે કે નેટફ્લિક્સ અને કપિલની જોડી ‘ફ્લોપ’ સાબિત થઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય પ્રેક્ષક
‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં કપિલ અને ટીમ ઘણીવાર એવું કહેતા જોવા મળે છે કે હવે તેમનો શો 150થી વધુ દેશોમાં બતાવવામાં આવી રહ્યો છે. એટલે કે વિદેશમાં પણ લોકો હવે તેનો કોમેડી શો જોઈ રહ્યા છે. પરંતુ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થતા આંતરરાષ્ટ્રીય ટોક શો અને કોમેડી કાર્યક્રમોની સરખામણીમાં કપિલનો શો ઘણો પાછળ છે. Netflix ના સૌથી ફેમસ ટોક શો ‘My Next Guest’ માં શાહરૂખ સાથે ઘણી આંતરરાષ્ટ્રીય હસ્તીઓ જોડાઈ છે. રમૂજ ઉપરાંત, આ શોમાં આવા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે, જેને જોઈને તમે તરત જ આ શો સાથે જોડાઈ જાઓ. આ શોની સરખામણીમાં કપિલના શોનું કન્ટેન્ટ ખૂબ જ નબળું લાગે છે.

આમંત્રિત મહેમાનો માટે પસંદગીમાં નથી સ્વતંત્રતા
અત્યાર સુધી ‘ધ કપિલ શર્મા શો’માં આપણે રણબીર કપૂર-નીતુ કપૂર, સની કૌશલ-વિકી કૌશલ, સની અને બોબી દેઓલ જેવી ઘણી હસ્તીઓ જોઈ છે. પરંતુ આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, અક્ષય કુમાર જેવા ઘણા ચહેરા અત્યાર સુધી આ શોમાં જોવા મળ્યા નથી. વાસ્તવમાં, કપિલના શો દ્વારા નેટફ્લિક્સ ફક્ત તે જ કલાકારોને પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેઓ તેમની સાથે જોડાયેલા છે. જેમ કે, રણબીર કપૂરની ‘એનિમલ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. અને તેની બહેન રિદ્ધિમા ટૂંક સમયમાં નેટફ્લિક્સ સીરિઝ ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’માં જોવા મળશે. આ કારણોસર, બંને ભાઈ-બહેન તેમની માતા સાથે કપિલના શોનો ભાગ બન્યા હતા. પરંતુ હાલમાં જ પ્રાઇમ વિડિયોમાં લાઇન પ્રોડ્યુસર તરીકે કામ કરનાર આલિયા ભટ્ટને નેટફ્લિક્સ દ્વારા તેના શોથી દૂર રાખવામાં આવી હતી. મતલબ કે ટીવીની જેમ કપિલને હવે પોતાના શોમાં કોઈપણ સેલિબ્રિટીને સામેલ કરવાની સ્વતંત્રતા નથી.

આ પણ વાંચો:યૌન શોષણ પીડિતાનું નિવેદન સાંભળીને પોલીસકર્મી થઇ ગયો ઉત્તેજિત, કરી ગંદી ઓફર

આ પણ વાંચો:ચેક રિપબ્લિકની સુપ્રીમ કોર્ટે પન્નુ હત્યા મામલે નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણ પર લગાવી રોક, અમેરિકાને લાગ્યો ઝટકો

આ પણ વાંચો:પુંછ જિલ્લામાં વાયુસેનાના કાફલા પર આતંકવાદી હુમલો થવા મામલે પાકિસ્તાની યુટયૂબર કમર ચીમાએ કહી વાત

આ પણ વાંચો:ઈલેક્ટ્રિક કારને હેક કરીને ચીન લાવી શકે છે અકસ્માતોનું તોફાન! અમેરિકન સાયબર નિષ્ણાતની ચેતવણી

READ ON APP