Hero Image

તાવ આવ્યો હોય ત્યારે સ્નાન કરી શકાય? જાણો શું કહે છે તબીબો

અમદાવાદ,

તાવ આવ્યો હોય ત્યારે નહાવું જોઈએ કે નહીં?બિમાર વ્યક્તિઓ માટે આ એક મોટો સવાલ ઉભો થતો હોય છે.જ્યારે તમને અચાનક જ ઠંડી લાગવા લાગે અને તાવ જેવું લાગે તો તમે શું કરો છો? તમે ઘણા બધા ધાબળામાં પોતાને લપેટીને સૂઈ જાઓ છો, સાચું ને? કેટલાક લોકોનું માનવું છે કે, તાવ આવે ત્યારે નહાવું જોઈએ નહીં. જોકે, આ વાત પૂરેપૂરી સાચી નથી.

નવી દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ્સમાં સીનિયર કન્સલ્ટન્ટ ડો. સુરંજિત ચેટર્જીએ જણાવ્યું કે, તાવ આવ્યો હોય માથુ પલળે નહીં તેનું ધ્યાન રાખવું જોઇએ છતાં માથું જો એકદમ ગંદુ થઇ ગયું હોય તો તમે તેને પાણીથી ધોઇ  પણ શકો છો. છતાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે બાથ લીધા પછી માથું એકદમ કોરું કરી નાંખવું જોઈએ. વાળ ભીના રહી જાય તો તબિયત વધુ બગડી શકે છે અને તાવ પણ વધી શકે છે.

તબીબોના કહેવા પ્રમાણે સ્નાન કરો પણ આ વાતનો પણ ખ્યાલ રાખો જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે પાણી તમારા શરીરમાંથી ગરમીને બહાર કાઢવાનું કામ કરે છે. તાવ આવ્યો હોય ત્યારે સ્નાન કરીને બહાર આવ્યા પછી તમારા શરીરના તાપમાનમાં થોડો ઘટાડો પણ જોવા મળે છે.

એક ડોક્ટર ત્યાં સુધી કહે છે કે જો તમને 103 ડિગ્રી કે તેનાથી વધારે તાવ હોય તો ભૂલથી નહાવું ન જોઈએ. તે ઉપરાંત જો ચક્કર આવી રહ્યા હોય કે પછી શરીરમાં વધુ પડતી નબળાઈ હોય તો તમારે નહાવાની ભૂલ ન કરવી જોઈએ.

જો કે અમુક વ્યક્તિઓને તાવ આવ્યા પછી સ્નાન લીધા પછી ટેમ્પરેચરમાં વધારો થતો પણ જોવા મળ્યો છે.ખાસ કરીને મેલેરીયા કે ફ્લુ જેવા તાવમાં ન્હાવાનું ટાળવું જોઇએ તેવું પણ ડોક્ટરો માને છે.

એક ડોક્ટર કહે છે કે  એ પણ ન ભૂલવું જોઈએ કે નહાવા માટે હુંફાળા પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ, ઠંડા પાણીનો ઉપયોગ ન કરવો.

તાવ આવ્યો હોય ત્યારે કેવી રીતે નહાવું જોઈએ

જો તમને લાંબા સમયથી તાવ આવી રહ્યો છે તો તમારે એક કે બે દિવસના અંતરાલમાં સ્પંજ કે ભીના ટુવાલનો ઉપયોગ કરી શરીરને સાફ કરી શકો છો, એવું કરવાથી શરીરના તાપમાનમાં ઘટાડો થાય છે. મોટાભાગે નાના બાળકો કે વૃદ્ધ લોકોને આ રીતે સ્નાન કરાવાય છે. હુંફાળા પાણીમાં તમે લવન્ડર કે કેમોમાઈલ તેલના થોડા ટીપાં નાંખીને આ રીતે શરીરને સ્વચ્છ કરી શકો છો.

The post તાવ આવ્યો હોય ત્યારે સ્નાન કરી શકાય? જાણો શું કહે છે તબીબો appeared first on Mantavya News.

READ ON APP