Hero Image

શું તમે પણ ટેનિંગની સમસ્યાથી પરેશાન છો ? જાણો ટેન રિમૂવલ ફેસ પેકના ફાયદા

ગરમીની સીઝનમાં લોકો તેમની સ્કીનનું ખૂબ જ ઘ્યાન રાખતા હોય છે અને આ સીઝનમાં તડકાથી તમારો ચહેરો કાળો પડી જતો હોય છે. જો તમારો ચહેરો પણ કાળો પડી ગયો છે તો, ટેન રિમૂવલ ફેસ પેક તમને મદદગાર થઇ શકે છે. આ ક્રીમનો ઉપયોગ ટેન હટાવવા માટે થાય છે. જે તમારી ત્વચામાં રહેલા મેલાનીનને ઓછુ કરે છે. જેના કારણે તમારી ત્વચાનો રંગ સુંદર બને છે. ટેન રિમૂવલ ફેસ પેકમાં રહેલા પ્રાકૃતિક તત્વ તમારી ત્વચાને પોષણ આપે છે અને સુંદર બનાવે છે.

આમા રહેલા તત્વો તમારી ત્વચાને હાઇડ્રેટ કરે છે અને તમારી સ્ક્રીનને શુષ્ક થવાથી બચાવે છે. ટેન રિમૂવલ ફેસ પેકથી તમારી ત્વચા ચમકદાર થાય છે. આ ફેસ પેક ખીલ અને ડાઘને પણ ઓછા કરે છે.

ટેન રિમૂવલ ફેસ પેકનો ઉપયોગ કેવી રીતે કરવો?
સૌપ્રથમ તમે તમારા ફેસને પાણીથી ધોવો અને તેને સારી રીતે સાફ કરી લો. ત્યાર બાદ તમારા ફેસ અને ગળા પર ટેન રિમૂવલ ફેસ પેક લગાવો. 10-15 મિનીટ સુધી તેને લગાવી રાખો. ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ઘોઇ લો. એક સપ્તાહમાં 2 થી 3 વાર આનો ઉપયોગ કરો.

તમારી સ્કીન પ્રમાણે તેનો ઉપયોગ કરો. તમે તેને પહેલા થોડુક લગાવીને ચેક કરો, જો તમને તેનાથી જલન કે એલર્જી હોય તો તેનો ઉપયોગ ના કરો. ફેસ ટેન રિમૂવલ તમારી સ્કીન પરથી કાળાસ દુર કરવા અને તમારી સ્કીનને સુંદર બનાવવા મદદ કરે છે. ટેન રિમૂવલ ફેસ પેકને પ્રકૃતિક તત્વોથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ તમે ઘરે પણ કરી શકો છો.

ટેન રિમૂવલ ફેસ પેક ઘરે બનાવવાની રેસિપી
1. દહી અને ચણાના લોટનુ્ં ફેસ પેક બનાવો : દહી અને ચણાના લોટને મીક્ષ કરીને તેનું પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને 10-15 મિનીટ સુઘી તેને લગાવી રાખો. આ તમારી સ્કીન પરથી ટેન હટાવશે અને સુંદર બનાવશે.

2. હળદળ અને ચંદનનો પેસ્ટ : હળદળ અને ચંદનના પાવડરને દુધમાં મીક્ષ કરીને પેસ્ટ બનાવી લો. આને તમારી સ્કીન પર લગાવો અને 10-15 મિનીટ સુધી તેને લગાવી રાખો. આ તમારી સ્કીનમાંથી ટેન હટાવશે અને સુદર બનાવવામાં અને ખીલને ઓછા કરવામાં પણ મદદ કરશે.

3. લિંબુ અને મધનો ફેસ પેક બનાવો :

લિંબુનો રસ અને મધને મીક્ષ કરીને પેસ્ટ બનાવનાવો અને તેને તમારી સ્કીન પર લગાવો અન તેને 10-15 મિનીટ સુધી લગાવી રાખો.

આ પણ વાંચો:આ ખાસ લાડુ ઉનાળામાં શરીરને રાખશે ઠંડક, રોજ ખાઓ, નબળાઈ અને થાક દૂર થશે, જાણો રેસિપી

આ પણ વાંચો:શારીરિક સંબંધ બાંધ્યા પછી મહિલાઓએ આ 5 કામ કરવાનું ટાળવું જોઈએ, નહીં તો આ બીમારીનો ખતરો વધી શકે છે

આ પણ વાંચો:50 વર્ષની ઉંમરમાં પણ યુવાન દેખાવા અપનાવો કોરિયન સૌંદર્ય ટેકનિક

READ ON APP