Hero Image

મુંબઈ એરપોર્ટ પર વધારાના સામાનના પૈસા માંગવા પર મહિલા પેસેન્જરે ફોડ્યો બોમ્બ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવાર (31 મે) ના રોજ જ્યારે એક મહિલા પેસેન્જરે બોમ્બની અફવાહ ફેલાવી દીધી ત્યારે બધામાં ગભરાહટ ફેલાઈ ગયો હતો. વધારાના સામાન માટે ચૂકવણી કરવાનું કહેતાં તે ગુસ્સે થઈ હતી. તેને એવો દાવો કર્યો હતો કે તે તેના સામાનમાં બોમ્બ લઈને જઈ રહી હતી.

આ વિચિત્ર ઘટના ત્યારે બની જ્યારે એક મહિલા પેસેન્જર, કે જે મુંબઈથી કોલકાતાની ફ્લાઈટમાં જઈ રહી હતી, આ વખતે એરપોર્ટ પર તેને વધારાના સામાન માટે ચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું હતું.

જોકે, મહિલાએ વધારાની રકમ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ દરમિયાન નજીવી તકરાર વચ્ચે તેને સામાનમાં બોમ્બ હોવાની અફવા ઉડાવી દીધી હતી. પરંતુ તપાસ દરમિયાન તેની બેગમાંથી કંઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.

મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર બોમ્બની અફવા

આ ઘટનાને લઈને સિક્યુરિટી હાઈ એલર્ટ પર આવી ગઈ હતી. મહિલાના સામાનની તલાશી લેવામાં આવી હતી. પણ તેની બેગમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. બાદમાં, મહિલા વિરુદ્ધ આઈપીસીની કલમ 336 અને 505(2) હેઠળ સહાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી છે. આ પછી મહિલાને કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાંથી તેને જામીન મળી ગયા હતા.

એરપોર્ટ પર વધારાના સામાનનો આ નિયમ છે

જો પેસેન્જર ચેક-ઇન કરેલ વજન કરતા વધારે સામાન લાવે છે, તો વધારાના પૈસા તેમને ચુકવવા પડે છે. આ નિયમ લાંબા સમયથી અમલમાં છે. આ નિયમ કોઈ ચોક્કસ એરલાઈન જ નહિ પરંતુ તમામ એરલાઇન્સ અને તેમના મુસાફરોને લાગુ પડે છે.

મળતી માહિતી મુજબ, આ ફ્લાયર મુંબઈ એરપોર્ટથી કોલકાતાની ફ્લાઈટ પકડવાની હતી અને તેની સાથે બે બેગ હતી. તેને પોતાનો સામાન ચેક-ઈન માટે આપ્યો હતો. પરંતુ નિયમો અનુસાર મુસાફર માત્ર એક જ ચેક-ઈન બેગ લઈ શકે છે. આ વાતને લઈને મહિલા અને એરલાઈન સ્ટાફ વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યારે સ્ટાફે તેને બીજી બેગ માટે નિયમ મુજબ વધારાનો ચાર્જ ચૂકવવાનું કહ્યું ત્યારે મહિલા મુસાફરે સ્પષ્ટ ના પાડી દીધી હતી.

આ પણ વાંચો:બ્રિજભૂષણ સામે 2 FIR, છેડતી સહિતના અનેક ગંભીર આરોપ, જાણો આ કલમોમાં કેટલી સજાની છે જોગવાઈ

આ પણ વાંચો:કેજરીવાલ અને LG વચ્ચે ફરી વાર તકરાર,LGએ વકીલોની નિમણૂકને મંજૂરી આપતા ,આ નિર્ણયને AAP સુપ્રીમ કોર્ટમાં પડકારશે

આ પણ વાંચો: ટ્વિટર અને વોટ્સએપે એક મહિનામાં લાખો એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો,જાણો કેમ?

આ પણ વાંચો:કર્ણાટક સરકાર શુક્રવારે કોંગ્રેસની પાંચ યોજના પર મહોર મારશે!

The post મુંબઈ એરપોર્ટ પર વધારાના સામાનના પૈસા માંગવા પર મહિલા પેસેન્જરે ફોડ્યો બોમ્બ appeared first on Mantavyanews.