Hero Image

નર્મદા કલેક્ટર ઓફિસનો રોયલ્ટી ઈન્સ્પેક્ટર 60 હજારની લાંચ લેતા ઝડપાયો

Gujarat News : નર્મદા જીલ્લામાં રેતીનો ધંધો કરતા એક વેપારીને રોયલ્ટી વગરની ટ્ર્ક ખનીજના ગોડાઉનમાં કીશ તો દંડ થશે કહીને તેની પાસેથી રૂ.60,000 ની લાંચ લેતા ભૂસ્તર વિત્જ્ઞાન અને ખનીજ ખાતુ, કલેક્ટર કચેરી નર્મદા ખાતે ફરજ બજાવતા રોયલ્ટી ઈન્સ્પેટર અને એક હોટેલ મેનેજરની એસીબીએ ધરપકડ કરી છે.

એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)ના અધિકારીઓ આ કેસમાં રોયલ્ટી ઈન્સ્પેક્ટર દિપકકુમાર એસ.સાંવરીયા તથા નર્મદા જીલ્લામાં રહેતા વી.આર.હોટેલના મેનેજર(પ્રજાજન) કામીયાબઅલી એમ.સેલીયાને લાંચ લેતા ઝડપી લીધા હતા.

આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદી રેતીનો ધંધો કરે છે. ટાટાની ટ્રકમાં પોઈચા નર્મદા કાંઠેથી રેતી ભરીને ઓર્ડર મુજબ રાજપીપળામાં ધંધો કરતો હતો. બીજીતરફ આરોપી રોયલ્ટી ઈન્સ્પેક્ટર દિપકકુમારે ખાણ ખનીજ વિભાગ નર્મદાના ઓન જીઓ માઈન એપ્લિકેશનને આધારે ફરિયાદીની ટાટા ટ્રકનો નંબર શોધી કાઢ્યો હતો. નંબરને આધારે તેણે ફરિયાદીને વોટ્સએપ કોલ ઓડિયો કોલ કરીને કહ્યું હતું કે તમારી રોયલ્ટી વગરની ગાડી જવા દીધી છે જે ખનીજના ગોડાઉનમાં મુકી દઈશ તો તારે અઢીથી પોણા ત્રણ લાખનો દંડ ભરવો પડશે. જો તારે દંડ ન ભરવો હોય તો મને રૂ.1,00,000ની લાંચ આપવી પડશે.

બાદમાં આરોપીએ ફરિયાદીને રૂબરૂમાં મળતા તેણે હાલ તેની પાસે પૈસાની સગવડ નથી પણ રૂ.60,000 ની વ્યવસ્થા ગમે તેમ કરીને આપી દઈશ. બાકીના રૂ.40,000 પંદર દિવસ પછી આપશે એનો વાયદો કર્યો હતો. બાદમાં આરોપી દિપકકુમારે વોટ્સએપ વિડીયો કોલ કરીને 60,000 રૂપિયા આપવા કહ્યું હતું. ફરિયાદીને આરોપીએ આ રકમ વાવડી ગામ હાઈવે પર આવેલી વી.આર.હોટેલમાં આપી દેવા કહ્યું હતું. જોકે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.

જેને આધારે એસીબીના અધિકારીઓએ આ હોટેલ પર જાળ બિછાવી હતી. જેમાં આરોપી દિપકકુમાર અને લાંચ લેતા મેનેજર કામિયાબઅલીને ઝડપી લીધા હતા.

આ પણ વાંચો:નિલેશના નખરા બાદ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ, ગમે ત્યારે કરશે કેસરિયા…..

આ પણ વાંચો:મતદાન જાગૃતિની અનોખી પહેલ, મતદાન કરવા બદલ મતદારોને મળશે સારું ઈનામ, જાણો વિગત અને કરો મતદાન

આ પણ વાંચો:છૂટાછેડા માંગનારા પતિને પત્નીનું બોસ સાથે ફિલ્મ જોવા જવું ન ગમ્યું, રસ્તા પર બોસ-પત્નીને માર્યા

આ પણ વાંચો:કાંકરીયા તળાવમાં બંધ થયેલ વોટર એક્ટિવિટી આજથી શરૂ, 1 જ દિવસમાં બદલાયો નિર્ણય, જાણો કેમ

READ ON APP