Hero Image

નવી નારણપુરા રણ વિસ્તારમાં ૨૦ દિવસથી પીવાના પાણીની સમસ્યા

@પ્રિયકાંત ચાવડા

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલઉનાળાની આકરી ગર્મીમા શહેરમાં પણ બહાર નીકળવું મુશ્કેલ છે ત્યારે કચ્છના નાના રણ મીઠુ પકવતા અગરીયાઓ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.


ગુજરાતમાં સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચ્યું છે ત્યારે આકરા ઉનાળામાં અગરિયાઓ પીવાના પાણી માટે તરસી રહ્યા છે પાણી પુરવઠા દ્વારા કોન્ટ્રાક્ટ મારફતે પીવાના પાણીના ટેન્કર સમયસર ન પહોંચાડવામા આવતા છેલ્લા ૨૦ દિવસથી નવી નારણપુરા રણ વિસ્તારમાં અગરીયા પાણી માટે તરસી રહ્યા છે તાજેતરમાં સરકાર દ્વારા ખારાઘોડાથી બ્રોમીન ફેક્ટરી સુધી ૧ કરોડ ૩૫ લાખનો રોડ મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ અગરિયાઓને શિક્ષણ, પાણી અને આરોગ્યલક્ષી સુવિધાથી વંચિત રહ્યા છે.

આ પણ વાંચો:વલસાડમાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત

READ ON APP