Hero Image

અખાત્રીજના દિવસે કેમ વધે છે સોનાની કિંમત, જાણો છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ

અખાત્રીજનો દિવસ હિન્દુ ધર્મ માટે સોનાની ખરીદી કરવા માટે શુભ માનવામાં આવે છે. આપણા દેશના ઘણા બધા લોકો આ દિવસે સોનાની ખરીદી કરે છે , અથવા મંદિરમાં દાન પણ કરે છે. અને સુખ સમુદ્રી માટે ભવાનને પ્રાથના પણ કરે છે. આ સમયમાં સોનાની માગ વધુ હોવાથી તેની કિંમત પણ વધી જતી હોય છે. સોનું એ પારંપરિક રોકાણનો એક વિકલ્પ છે અને ઘણા લોકો તેની આર્થીક તંગીના સમયે કામ આવે એટલે તેનો સંગ્રહ પણ કરતા હોય છે.

જેના કારણે સોનાની માગ પણ વધી જાય છે અને તેનો ભાવ પણ વધી જતો હોય છે. હાલમાં લગ્નની સીઝન પણ ચાલી રહી છે અને લગ્નમાં ઘરેણા પહેરવા એ એક પરંપરા છે જેમાં સોનાની માગ તો ખૂબ જ છે. આ દિવસોમાં સોનાની કિમત વધુ હોય છે.

આપને જણાવી દઇએ કે આ વર્ષે અખાત્રીજ 10 મેના રોજ છે. એક્સપર્ટનું માનવુ છે કે આ વખતે સોનાની કિમત 80 હજાર સુધી પહોંચી શકે છે. હાલમાં માત્ર અંદાજ લગાવામાં આવી રહ્યો છે. પણ આંતરરાષ્ટ્રીય બજારોની અસર સોનાની કિમત પર પડશે. જો આંતરરાષ્ટ્રીય બજારોની અસર સોના પર પડે છે ત્યારે આની સીધી જ અસર સ્થાનીક બજારોમાં પણ પડી શકે છે. એપ્રિલ મહિનામાં સોનાની કિંમત ખૂબ જ વઘુ છે.

જાણકારોનું માનવુ છે કે ભારતની અર્થ વ્યવસ્થા સોના પર જ નિર્ભર છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોથી સોના અને ચાંદીના ભાવમાં ખૂબ જ વધારો જાવા મળી રહ્યો છે. કેટલાક પાછળના વર્ષોમાં સોનાના રોકાણમાં વધારે સારું રિર્ટન મળ્યુ હતુ, ભારતના લોકો માટે સોનુ એ માત્ર ઘાતુ નથી પણ તે શુભ ઘાતુ છે. ત્યારે ભારતમાં સોનાનો સંગ્રહ કરવુ એ સુરક્ષીત માનવામાં આવે છે. આ માટે લોકો અખાત્રીજના દિવસે સોનાની ખરીદી કરતા હોય છે.

અખાત્રીજ પર છેલ્લા પાંચ વર્ષના સોનાના ભાવ ( ₹/10 ગ્રામ)
2024,10 મે ₹78,000-80,000
2023,3 મે ₹ 60,500

2022,2 મે ₹ 50,800
2021, 12 મે ₹47,6760
2020, 25 એપ્રિલ ₹ 46,527

આ પણ વાંચો: કાપડ બજારો છૂટ છતાં 30 દિવસની લિમિટ મુજબ કામ કરશે

આ પણ વાંચો: આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવ વધવાની સંભાવન

આ પણ વાંચો: શેરબજારમાં આજે સપ્તાહની શુભ શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્યો ઉછાળો

આ પણ વાંચો: મે મહિનામાં કેટલા દિવસો બેંક બંધ રહેશે? તમારા કામ ફટાફટ પતાવી દો

READ ON APP