Hero Image

એસ્પ્રીનથી નથી ઘટતો હાર્ટએટેકનો ખતરો – જાણવા મળ્યું એક સ્ટડીમાં

એક નવી શોધમાં જાણવા મળ્યું છે કે રોજ એસ્પ્રીન લેવાનાં કારણે હાર્ટએટેક થવાનો ખતરો ઓછો થતો નથી. જોકે એસ્પ્રીનનો ઉપયોગ દર્દ નિવારક તરીકે ઘણાં સમયથી થાય છે. 1960 થી આની ઓળખ એક ઔષધી રૂપે થતી રહી છે જે એ લોકોનાં હાર્ટએટેકનાં ખતરાને ઘટાડે છે જે લોકો પહેલા પણ એનો સામનો કરી ચુક્યા છે.

A daily dose of aspirin does not help to prevent heart attack in aged people – study

ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીનમાં પ્રકાશિત થયેલ ૩ સ્ટડી મુજબ 70 વર્ષનાં સ્વસ્થ વૃદ્ધોને દરરોજ એસ્પ્રીનનો હલકો ડોઝ (100 મીલીગ્રામ) આપવા છતાં એમને હાર્ટએટેક થવાનો ખતરો ઓછો થયો નથી. રિસર્ચમાં એમ પણ જાણવા મળ્યું છે કે વૃદ્ધાવસ્થાથી જોડાયેલી અન્ય પ્રકારની બીમારીઓનો ખતરો પણ આનાથી ઓછો થતો નથી.

એએસપીઆરઇઇ નામના આ સ્ટડીમાં ઓસ્ટ્રેલીયા અને અમેરિકાના 19,000 થી વધારે લોકો પર સાતથી વધુ રીસર્ચ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલીયાના મોનાશ વિશ્વ વિધાલયમાં પ્રોફેસર જોન મેક્નીલે કહ્યું કે, ‘આ લાંબા અને જટિલ સ્ટડીમાંથી એ મેસેજ મળે છે કે સ્વસ્થ વૃદ્ધોને સ્વસ્થ રાખવા માટે લેવામાં આવતી એસ્પ્રીનથી કોઈ ફાયદો થતો નથી.’

READ ON APP