Hero Image

અગાઉ કરતાં ઓછી કિંમતે 2019 ની Skoda Octavia ની કોર્પોરેટ એડિશન થઈ લોન્ચ

સ્કોડા ઓક્ટીવિઆ કોર્પોરેટ એડિશન  સ્કોડાને આધુનિક ટેકનોલોજી અને સુવિધાઓની સાથે ઓક્ટિવિઆ સેડાનની કોર્પોરેટ એડિશન લોન્ચ કરવામાં આવી છે. તેને પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં માર્કેટમાં ઉતારવામાં આવે છે. પેટ્રોલ વેરિએન્ટની કિંમત 15.49 લાખ છે અને ડીઝલ મોડલની કિંમત 16.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

કોર્પોરેટ એડિશનને રેગ્યુલર ઓક્ટિવિઆના બેઝ વેરિએન્ટ એમ્બિનેશન પર તૈયાર કરવામાં આવી છે અને રસપ્રદ બાબત એ છે કે  કેટલાક વધારાના  ફીચર જોડયા હોવા છતાં પણ  આ કારની કિંમત પહેલા કરતાં ઓછી છે.

જોકે કોર્પોરેટ એડિશન સ્કોડાના નિયમિત ગ્રાહકો માટે જ છે. ઓક્ટિવિઆની છે આ ખાસિયતોસ્કોડામાં પેસેન્જરની સુરક્ષા માટે 4 એરબેગ છેતેમજ એબીએસ, ઇબીડી અને આઇએસઓફિક્સ,ચાઇલ્ડ સીટ એન્કર,બ્રેક અસિસ્ટ અને ઇલેક્ટ્રિક સ્ટેબિલિટી કંટ્રોલના ફીચર પણ છે.કોર્પોરેટ એડિશનમાં ડે-ટાઇમ રનિંગ એલઇડી,એલઇડી હેડલેમ્પ પણ છે.તેમાં  હાઇટ એડજેસ્ટેબલ ડ્રાઇવર સીટ, ડ્યૂલ જ્હોન ક્લાઇમેન્ટ,કંટ્રોલ રિયર એસી વેન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર જેવા ફીચર પણ મળશે.ઓક્ટિવિઆમાં  કોર્પોરેટ એડિશનમાં 6.5 ઇંચનો ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે જે એડ્રોયડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.

કાર પેટ્રોલ અને ડિઝલ બંને એન્જિનમાં  ઉપલબ્ધ છે. જેમાં પેટ્રોલ વેરિએન્ટમાં 1.4 લીટર અને ટીએસઆઇ એન્જિન છે  જે 150 પીએસ પાવર અને 250 એનએમનો ટોર્ક જનરેટ કરે છે.ડીઝલ વેરિએન્ટમાં 2.0 લીટરમાં ટીડીઆઇ એન્જિન લાગેલું છે. આ એન્જિન  143 પીએસ પાવર અને 320 એનએમ ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન સાથે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવેલું છે. આ કાર ફક્ત  કેન્ડી વ્હાઇટ કલરમાં જ લોન્ચ કરવામાં આવી છે

READ ON APP