Hero Image

મેક્સિકો ફરવા ગયેલા ત્રણ વિદેશી નાગરિકોની થઈ રહસ્યમય હત્યા, કૂવામાંથી મળ્યા મૃતદેહ

મેક્સિકોના બાજા પેનિનસુલામાં સર્ફિંગ કરવા ગયેલા ત્રણ લોકોના મૃતદેહ એક કૂવામાંથી મળી આવ્યા છે. મૃતકોની ઓળખ તેમના સંબંધીઓ દ્વારા કરવામાં આવી છે. જેમાં બે ઓસ્ટ્રેલિયન નાગરિકો અને એક અમેરિકન વ્યક્તિનો સમાવેશ થાય છે. મેક્સીકન અધિકારીઓએ જણાવ્યું હતું કે તે તમામ ગયા સપ્તાહથી ગુમ છે. જેમાંથી બેના માથા પર ગોળીઓના નિશાન મળી આવ્યા હતા અને ત્રીજા વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે કંઈ સ્પષ્ટ થયું નથી.

કુવામાં પડી જવાથી ત્રીજા વ્યક્તિનું મોત થયું હોવાનું માનવામાં આવે છે.

બાજા કેલિફોર્નિયાના એટર્ની જનરલ મારિયા એલેના એન્ડ્રેડે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે અમેરિકન જેક કાર્ટર રોડ અને ઓસ્ટ્રેલિયન જેક અને કેલમના મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે, જેઓ ભાઈઓ હતા. સંબંધીઓએ લગભગ 50 ફૂટ (15 મીટર) ઊંડા કૂવામાંથી મૃતદેહો બહાર કાઢેલા જોયા અને તેમને તેમના સગા તરીકે ઓળખ્યા. આ ઘટના બાદ મૃતકોના પરિવારજનો ભારે પરેશાન છે.

બાજા કેલિફોર્નિયાના એટર્ની જનરલ મારિયા એલેના એન્ડ્રેડે પણ મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. તેમણે ખાતરી આપી હતી કે તપાસ ચાલુ રાખવામાં આવશે. મૃત્યુ પાછળના કારણો શોધી કાઢવામાં આવશે અને આરોપીઓને સજા પણ કરવામાં આવશે. હાલમાં આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

મેક્સિકોના બાજા દ્વીપકલ્પમાં સર્ફિંગ કરતી વખતે ચોરોએ તેમની ટ્રકની ચોરી કરતા અને તેમના મૃતદેહને દરિયાકિનારે આવેલા કૂવામાં ફેંકી દેતા પહેલા ત્રણ લોકોની હત્યા કરી હોવાની શંકા છે. જ્યાં માણસોની હત્યા કરવામાં આવી હતી ત્યાંથી આ કૂવો લગભગ ચાર માઈલ (છ કિલોમીટર) દૂર આવેલો હતો.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી, ભારતીય વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા

આ પણ વાંચો: ઝારખંડમા બોલ્યા વડાપ્રધાન-‘ઘરે જાઓ, ટીવી જોતા પહેલા વાંચી લો આ સ્ટોરી…

આ પણ વાંચો:EDના દરોડામાં આલમગીરના PSના ઘરેલુ નોકરના ઘરે થી મળેલો કરોડો રૂપિયા આખરે કયા મંત્રીના ? ચર્ચા અને આક્ષેપનો દોર શરૂ

READ ON APP