Hero Image

બહુ ભૂખ લાગી છે તો ફટાફટ બનાવો મિક્સ વેજીટેબલ અપ્પમ

સાઉથ ઇન્ડિયનની વધુ એક વાનગી આજે અમે લઇને આવ્યા છીએ. જે છે મિક્સ વેજીટેબલ અપ્પમ. અપ્પમ બનાવવામાં ખૂબ સહેલા છે અને તે ઝડપથી બની પણ જાય છે. તેને ખાવાની એક અલગ જ મજા હોય છે. જેને તમે હરતા-ફરતા કે નાસ્તા માટે પણ બનાવી શકો છો.

સામગ્રી

1 કપ – ચોખા
1/4 કપ – અડદની દાળ
1 કપ – નારિયેળનું ખમણ
2 ચમચી – સાકર
1/4 કપ – શાકભાજી બારીક

સમારેલી- ગાજર, કેપ્સિકમ, કાંદા
1/2 ચમચી – મરચું
1/2 ચમચી – હળદર
જરૂરિયાત મુજબ – તેલ
સ્વાદાનુસાર – મીઠું
અન્ય સામગ્રી
અપ્પમનું વાસણ
ચટણી

બનાવવાની રીત

સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને 4-5 કલાક પલાળવાં. ચોખા-અડદની દાળને અલગ-અલગ વાટી લેવાં. બન્ને સામગ્રી મિક્સ કરી રાખવી. એમાં પીસેલું નારિયેળ મિક્સ કરવું. તેમા સાકર, મરચું, હળદર, મીઠું અને બધી સામગ્રી નાખી આથો આપવો (પાંચથી છ કલાક).. ઝીણી શાકભાજીને બાફી લેવી અથવા ખમણેલી નાખી શકાય. બૅટરમાં શાકભાજી મિક્સ કરી રાખવી. હવે અપ્પમના વાસણને ગરમ કરવું. એને તેલથી ગ્રીસ કરી એમાં ચમચીથી બેટર નાખી ઢાંકીને સીઝવવું. પછી પાછું એને નીચેથી ઉપર કરી બન્ને સાઇડ ગોલ્ડન કલરનું કુક કરવું. તૈયાર છે સ્વાદિષ્ટ અપ્પમ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

READ ON APP