Hero Image

News@6PM: જાણીતા નેતાનો બફાટ, "વૉટ માટે જવાનોને માર્યા", હાર્દિકનો જામનગરમાં વિરોધ

પુલવામા હુમલાને લઇને સમાજવાદી પાર્ટીનાં રામ ગોપાલ યાદવે કહ્યું છે કે, “વૉટ માટે જવાનોને મારી નાંખવામાં આવ્યા છે. જો સરકાર બનશે તો આની તપાસમાં મોટા મોટા નામો સામે આવશે.” બીજી તરફ હોળીનાં તહેવાર પર પણ પાકિસ્તાનની અવળચંડાઈ અને આતંકવાદીઓની કાયદરતા બૉર્ડર પર ચાલુ જ છે. LOC પર ફાયરિંગમાં એક જવાન શહીદ થયો છે. તો કૉંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલનો રાજ્યભરમાં વિરોધ થઇ રહ્યો છે.

જામનગરમાં ધૂળેટીની ઉજવણી કરવા પહોંચેલા હાર્દિકનો વિરોધ કરવામાં આવ્યો હતો. તો CSK પોતાની પહેલી મેચની કમાણી પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોનાં પરિવારને આપશે. સહિતનાં સમાચારો વાંચવા માટે ક્લિક કરો આપેલી લિંક્સ પર.

વધુ વાંચવા કરો ક્લિક-1: પુલવામા હુમલો: જાણીતા નેતાનું વિવાદીત નિવેદન, કહ્યું “વૉટ માટે જવાનોને મારી નાંખ્યા”

પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકવાદી હુમલાને લઇને સમાજવાદી પાર્ટીનાં નેતા રામ ગોપાલ યાદવે વિવાદીત નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં રામ ગોપાલે કહ્યું છે કે પુલવામા આંતકી હુમલામાં વૉટ માટે જવાનો મારી દેવામાં આવ્યા. એસપી મહાસચિવે કહ્યું કે, “પૈરામિલિટ્રી ફૉર્સેસ સરકારથી દુ:ખી છે. વૉટ માટે જવાનો મારી દેવામાં આવ્યા. જમ્મુ-કાશ્મીર વચ્ચે ચેકિંગ નહોતી. સાધારણ બસોથી જવાનોને મોકલવામાં આવ્યા. આ ષડયંત્ર હતુ. અત્યારે નથી કહેવા ઇચ્છતો, જ્યારે સરકાર બનશે ત્યારે આની તપાસ થશે અને મોટા મોટા નામોનો ખુલાસો થશે.”

વધુ વાંચવા કરો ક્લિક-2: હોળી પર પણ હરકત: રાજૌરીમાં આતંકી હુમલો, LoC પર પાકના ફાયરિંગમાં 1 જવાન શહીદ

હોળીના પર્વ પર આખો દેશ જશ્ન મનાવી રહ્યું છે ત્યારે પાકિસ્તાન ખુશીના આ અવસર પર પણ પોતાની હરકતથી બાજ આવી રહ્યું નથી. એક બાજુ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LoC પર પાકિસ્તાની જવાનો એ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં એક ભારતીય સેનાનો જવાન શહીદ થઇ ગયો છે. બીજીબાજુ બારામુલ્લા, સોપોર અને બાંદીપુરામાં આતંકવાદીઓ સાથે સુરક્ષાબળોની અથડામણ ચાલી રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: બીજેપીએ અરૂણાચલ અને સિક્કિમ વિધાનસભા માટે 18 સભ્યોની જાહેર કરી યાદી

હોળીનાં તહેવારની વચ્ચે ચૂંટણીનો માહોલ પણ જામેલો છે. ભારતીય જનતા પાર્ટીએ અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જણાવી દઇએ કે અરૂણાચલ પ્રદેશમાં સત્તા પર બીરાજમાન બીજેપી આ વખતે દરેક 60 સીટ પર એકલી ઉતરી રહી છે. આ પહેલા બીજેપીએ અરૂણાચલ પ્રદેશની 54 સીટો માટે ઉમેદવારોનાં નામની જાહેરાત કરી હતી. 

           વધુ વાંચવા કરો ક્લિક-4: વેરાવળના દરિયામાં 2 યુવાનો ડૂબ્યા, એક સગીર લાપતા

આજે ધૂળેટીના અવસરે લોકો એક-બીજાને રંગ લગાવીને આ ખાસ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વેરાવળથી એક ખુબ જ આઘાટજનક સમાચાર મળી રહ્યા છે. વેરાવળના દરિયામાં 2 યુવાનો ડૂબી ગયા છે. બંન્ને યુવાનો ધૂળેટી રમ્યા બાદ દરિયામાં ન્હાવા ગયા હતા આદરમિયાન સ્થાનિકોએ એક યુવકને બચાવી લીધો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-5: જામનગરમાં ધૂળેટીની ઉજવણી કરવા પહોંચેલો હાર્દિક મૂકાયો ક્ષોભજનક સ્થિતિમાં

હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસનો હાથ પકડ્યા બાદ રાજ્યમાં કેટલાક પાટીદાર સમાજે હાર્દિકને ગદ્દાર ગણવ્યો છે. રાજ્યના કેટલાક શહેરો અને ગામડામાં પણ હાર્દિકના વિરોધમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં હાર્દિક પટેલનો સખત વિરોધ થઇ રહ્યો છે. આજે પણ જામનગરમાં હાર્દિક એક પાર્ટી પ્લોટમાં ધુળેટી રમવા પહોંચ્યો હતો. પરંતુ સ્ટેજ પર ચડતા જ લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-6: અક્ષયની ધમાકેદાર એક્ટિંગ, 21 શીખ સૈનિકોની બહાદૂરીને સલામી કરતી ‘કેસરી’

બોલીવુડમાં હાલ એક્શન ફિલ્મ કેસરીની જોરદાર બોલબાલા જોવા મળી રહી છે. હાલ આ ફિલ્મને લઇને લોકો અસમંજસમાં છે કે આ ફિલ્મ જોવી કે નહીં, તો અમે તમને જણાવીશું કે, ફિલ્મ કેસરીને લઇને કેવા મળી રહ્યા છે રીવ્યૂ. બોલીવુડની ફિલ્મ કેસરી જે બહાદૂરીનું પ્રતિક છે. અક્ષય કુમાર કેસરીમાં મુખ્ય રોલમાં છે. આ ફિલ્મમાં શાનદાર રીતે 36 શીખ રેજીમેન્ટના 21 શિખ સૈનિકોનું પરાક્રમ અને બલિદાન દેખાડવામાં આવ્યું છે. 1897માં બનેલી સારાગઢી બેટલ ઈતિહાસની સૌથી બહાદૂર યુદ્ધોમાંથી એક માનવામાં આવે છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: જ્યારે સની દેઓલ શાહરૂખ પર થયો હતો ગુસ્સે, હોળીનાં આનંદનાં માહોલમાં છવાયો હતો સન્નાટો

શાહરૂખ ખાન, સની દેઓલ અને જૂહી ચાવલા સ્ટારર ફિલ્મ ‘ડર’ તો તમને યાદ હશે. યશરાજ ફિલ્મ્સનાં બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાને એક એવા પ્રેમીનું પાત્ર નિભાવ્યું હતુ, જે દરેક પરિસ્થિતિમાં પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા ઇચ્છે છે. ‘ડર’ 24 ડિસેમ્બર, 1993નાં રોજ રીલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ સાથે જોડાયેલા ઘણા એવા સીન છે જે આજે પણ યાદ છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: IPL 2019: પુલવામા હુમલામાં શહીદ જવાનોનાં પરિવાર માટે હવે CSKએ લીધો મહત્વનો નિર્ણય

ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલની આ સીઝનની પોતાની પહેલી મેચથી થનારી કમાણી આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોનાં પરિવારોને મદદ માટે આપવાનો નિર્ણય કર્યો છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ ચેક આપશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝન શનિવાર(23 માર્ચ)થી શરૂ થઇ રહી છે. સીઝનની પહેલી મેચ ચેન્નાઈ સુપરકિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાશે. 

વધુ વાંચવા કરો ક્લિક-9: શું કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો રેકોર્ડ, જેક કેલિસે આપ્યો આ જવાબ

દક્ષિણ આફ્રિકના ઓલ-રાઉન્ડર જેક કેલિસનું માનવું છે કે ફક્ત વિરાટ કોહલી જ આને જવાબ આપી શકે છે કે તે સચિન તેંડુલકરની 100 આંતરરાષ્ટ્રીય સદીનો રેકોર્ડ તોડશે કે નહીં, પરંતુ વસ્તુઓને સરળ રાખવાની ક્ષમતા ભારતીય કેપ્ટનની સૌથી મોટી આવડત છે. 

વધુ વાંચવા કરો ક્લિક-10: જો લગ્ન કરવામાં આવી રહી છે અડચણ તો કરો આ કામ

ઘરમાં લગ્ન લાયક યુવક કે યુવતી હોય અને તેના લગ્નની વાત કોઈ કારણોસર આગળ ન વધતી હોય તો શક્ય છે કે તેની કુંડળીમાં વિવાહના યોગ ન બનતા હોય. તેવામાં વિવાહના યોગને મજબૂત કરવા માટે તમે આ સરળ અને સચોટ એવા પાંચ ઉપાયો અજમાવી શકો છો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને પર પણ ફોલો કરી શકો છો.

READ ON APP