Hero Image

IPLમાં 11 વર્ષ પહેલા આ બોલરે બનાવેલા રેકોર્ડને હજુ સુધી કોઈ ખેલાડી તોડી નથી શક્યો

રોમાંચથી ભરપુર IPL 2019ની શરૂઆત 23 માર્ચના 2019 ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે થવા વાડા મેચની સાથે થઈ જશે. એક વાર ફરીથી આ આઈપીએલમાં ઘણા રેકોર્ડ્સ બનશે અને ઘણા ટુટશે પણ ખરા. પરંતુ આ બધા રેકોર્ડ વચ્ચે એક રેકોર્ડ એવો પણ છે. જે 11 વર્ષ પહેલા બન્યો હતો. કમાલની વાત એ છે કે, 11 વર્ષ દરમિયાન કોઈ પણ ખેલાડી આ રેકોર્ડને તોડી નથી શક્યો. જોકે આશા છે કે, આ વખતે આ રેકોર્ડ સાથે બીજા ઘણા રેકોર્ડ ટૂટી જશે.

 

IPLની પહેલી સિઝન એટલેકે, વર્ષ 2008માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમેલા પાકીસ્તાની ફાસ્ટ બોલર સોહેલ તનવીરે ચેન્નઈ સુપર કિંગ્સની સામે એક કમાલનો રેકોર્ડ બનાવી દિધો હતો. તનવીરનો આ રેકોર્ડ આજ સુધી નથી ટુટી શક્યો.

4 મે 2008ના સવાઈમાન સિંહ સ્ટેડીયમમાં ચેન્નઈ સુપર કિંગ્સની સામે તનવીરે કમાલની બોલિંગ કરી હતી. તનવીરે 4 ઓવરમાં 14 રન આપીને 6 વિકેટ લીધા હતાં. IPLના ઈતિહાસમાં કોઈ પણ બોલર તરફથી કરવામાં આવેલું આ સૌથી બેસ્ટ પ્રદર્શન છે. તનવીર આજે પણ IPLના બેસ્ટ બોલરોની લીસ્ટમાં ટોપ પર છે. તનવીરે IPLના પહેલા સિઝનમાં બહુજ સારી બોલિંગ કરી હતી. 

જોકે, તનવીરનો આ રેકોર્ડ ટૂટી જાત, પણ એવું થઈ ન શક્યું. IPLમાં રમતા કંગારૂ સ્પીનર એડમ જંપા, તનવીરના રેકોર્ડના એકદમ નજીક આવી ગયા હતાં. જંપાએ સનરાઈઝ હૈદરાબાદ સામેની મેચમાં 4 ઓવરમાં 19 રન દઈને 6 વિકેટ લીધી હતી. જંપા રન દેવાના મામલામાં તનવીરને પાછળ ન છોડી શક્યા અને રેકોર્ડ ન તોડી શક્યા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને પર પણ ફોલો કરી શકો છો.

READ ON APP