Hero Image

અકળાવી મુકે તેવી ગરમીમાં રાહત આપશે કેરીનો શ્રીખંડ

ગરમી આવતાની સાથે જ આપણા ખાનપાનમાં પણ ફેરફાર થવા લાગે છે. કેરીનો શ્રીખંડ આપણે ત્યાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં ખુબજ પ્રખ્યાત છે. આ ડીશ ગરમીથી રાહત આપતી હોવાથી ઉનાળામાં ખુબજ ખાવામાં આવે છે. આને બનાવવા માટે વધારે ટાઈમ પણ નથી લાગતો આથી આ ડિશ ઘરે જ બનાવો તો સરળતા રહે છે. સ્વાદના મામલે આ મીઠાઈ લાજવાબ છે.

તો રાહ કોની જુઓ જુઓ છો તમે પણ બનાવો અમારી સાથે કેરીનો શ્રીખંડ.

કેરીનો શ્રીખંડ બનાવવા જોશે સામગ્રી

1 કિલો દહીં, એક કપ કેરીનો પલ્પ, 1 ચમચી એલચી પાવડર, 4-5 તાંતણા કેસરના, સાકર એક કપ, 1 ચમચી જીણા સમારેલા કાજુ-પીસ્તા.

કેરીનો શ્રીખંડ બનાવવાની પદ્ધતિ

એક સુતરાઉ કાપડમાં દહીને બાંધીને પોટલી બનાવી નીતરવા મુકી દો. આ પોટલીને એ રીતે લટકાવો જેમાંથી પાણી નીતરીને નીચે આવી જાય. ઓછામાં ઓછા 2 કલાક આ રીતે પોટલીને લટકાવી રાખો.

બે કલાક પછી પોટલી ખોલીને દહીંને એક વાસણમાં કાઢી લો. આ દહીમાં કેરીનો પલ્પ, એલચી પાવડર, કેસર, સાકર ભેળવી લો. તમામ સામગ્રીને સારીરીતે મિક્સ કરી લો. ઠંડો થવા ફ્રીજમાં મુકી દો. જમતી વખતે આને બહાર કાઢો.

ધ્યાન રાખવા જેવી વાત

જો કેરી થોડી ખાટી હોય તો સાકર વધુ નાખો. જો તમને ઓછુ ગળ્યુ ભાવતુ હોય તો સાકરનું પ્રમાણ ઓછુ નાખો. જો દહીંમા પાણી સરખી રીતે નિતાર્યુ નહી હોય તો શ્રીખંડમાં પાણી છુટશે અને સ્વાદ પણ સારો નહી લાગે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

READ ON APP