Hero Image

પાલકની ચકરી બનાવવા માટે આ રીત છે બેસ્ટ, ખાવાની પડી જશે મજા

ખાસ કરીને આપણને સાંજના સમયે ભૂખ લાગે છે. તો આપણે બાહરથી કેટલાક નાસ્તા મંગાવીને ખાઇએ છીએ તો બહારના બંધ પેકેટમાં પડેલા ઘણા દિવસથી પેક હોય છે. જેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તો આજે અમે તમારા માટે પાલકની ચકરીની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે.

સામગ્રી
2 બાઉલ – પાલક
1 બાઉલ – ઘઉંનો લોટ

2 બાઉલ – ચોખાનો લોટ
1/2 બાઉલ – ખાટું દહીં
1 ચમચી – ઘી
સ્વાદાનુસાર – મીઠું
1 ચમચી – લીલા મરચાં અને આદુની પેસ્ટ
1 ચમચી – તલ
જરૂરિયાત મુજબ – તેલ

 

બનાવવાની રીત

સૌપ્રથમ પાલકની ચકરી બનાવવા માટે પાલકની ગ્રેવી બનાવી લો. પાલકની ગ્રેવી બનાવવા માટે તેમાં એક દહીં ઉમેરીને મિક્સરમાં ફેરવવું. એક બાઉલમાં બંન્ને લોટ લઈ મિક્સ કરી લેવાં. પછી કૂકરમાં પાણી લઈ તેમાં કાંઠલો મૂકી ગરમ કરવા મૂકવું. પછી કોઇ સ્ટીલનો ડબ્બો કે કપડામાં બંન્ને લોટનું મિશ્રણ લેવું અને 3-4 સીટી વગાડવી. તે પછી લોટ ઠંડો થાય એટલે કથરોટમાં લઈ તેને દસ્તા વડે ભાંગી ચારણી વડે ચાળી લો. હવે તેમાં બનાવેલ દહીંવાળી પાલકની ગ્રેવી, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, તલ, મલાઇ ઉમેરી મિક્સ કરવું. જરૂર પડે તો દહીં ઉમેરી મુલાયમ લોટ તૈયાર કરી લો. હવે સંચાને તેલ વડે ગ્રીસ કરી તેમાં લોટ ભરી લો. ત્યારબાદ પ્લાસ્ટિક પર ચકરી પાડી ઉપર તલ લગાવી શકાય. તેલ ગરમ થાય એટલે ચકરી તેલમાં નાખો. ચકરીને આછા બ્રાઉન રંગની તળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ પાલકની ચકરી..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને  પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને પર પણ ફોલો કરી શકો છો.

READ ON APP