Hero Image

કાળઝાળ ગરમીમાં રાહત આપશે ફુદીના કીવીનું શરબત

ફુદીનાને તમે ચામાં ઉપયોગ કર્યો હશે. ફુદીનાની ચટણી પણ ખાધી હશે. આજે અમે તમને ફુદીના અને કીવીનું શરબત બનાવતા શીખવીશું જે ગરમીમાં આપશે રાહત. આ એક એવુ ડ્રિન્ક છે જેને તમે બનાવશો તો બાળકો ખુબજ પ્રેમથી પીશે. આ શરબત નાનાથી લઈને મોટેરાઓને ભાવશે. એક વખત બનાવેલી સિરપને તમે કેટલાયે દિવસો સુધી રાખી શકો છો તેનો આ સૌથી મોટો ફાયદો છે.

ફુદીના કીવીનું શરબત બનાવવા જોશે સામગ્રી

6 કીવી, 4 લીંબુ, 1 કપ ફુદીનો, 2 કપ પાણી, 2થી 3 કપ ખાંડ, જરૂર અનુસાર સોડા.

ફુદીના કીવીનું શરબત બનાવવાની પદ્ધતિ

એક વાસણમાં પાણી અને ખાંડ નાખી ધીમા તાપે ઉકાળો. ઉકાળો આવ્યા પછી તેમાં ફુદીનાના પાન નાંખી દો. આને 10 મીનિટ સુધી એમ જ રહેવા દો.

કીવીની છાલ કાઢીને પેસ્ટ બનાવી લો. એક વાસણમાં કીવી પેસ્ટ અને લીંબુનો રસ મેળવી લો. આ સીરપને ફ્રીઝમાં રાખો. સર્વ કરવા માટે એક ગ્લાસમાં 3 ચમચી કીવી પેસ્ટ એક કપ પાણી નાખી સર્વ કરો. આ શરબત ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

READ ON APP