Hero Image

આવી સરળ રીતે બનાવો ચકરી સેવપુરી

૪. હવે દહીં અને બેસનના મિશ્રણને લાલ મરચાં અને કોથમીર પાવડરના સાથે નાંખીને મિશ્રણને બરોબર પકવવા દો.

૫. તૈયાર છે મારવાડી કઢી. તેને એક બાઉલમાં નીકાળીને ગરમ ગરમ સર્વ કરો.

ચકરી સેવપૂૂરી

સામગ્રી:

૧/૪ કી ક્રચી બાઈટ સાઈઝ ચકરી (નાની સાઇઝ) તૈયાર મળે છે

૨ બાફેલા બટાકા, મેશ કરેલા

૨ કાંદા ઝીણા સમારેલા

૧ કપ ખજૂર ની ચટણી (ઘટ)

૧ કપ કોથમીર- ફુદીનો ની તીખી ચટણી

(ઘટ) બેસન સેવ

દાડમના દાણા સજાવટ માટે

ચકરી સેવપૂૂરી

ખજૂર ની ચટણી બનાવવા માટેની રીત:

૧૦૦ ગ્રામ લાલ ખજૂર , બીજ કાઢી નાખવા.પાણી નાખીને કુકર માં બાફી લો.

મિક્ષ્ચર જાર માં નાખી ને પીસી લો. એક બોઉલ માં કાઢી એમાં મીઠું સ્વાદાનુસાર,૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર,૧/૨ ટી શેકેલું જીરું પાઉડર અને ૧/૨ લીંબુ નો રસ નાખીને બરાબર મિક્ષ કરીને બાજુ મુકાવી.

ચટણી ઘટ રાખવી.

ચકરી સેવપૂૂરી

ગ્રીન તીખી ચટણી બનાવવા માટેની રીત:

૧/૨ કપ સમારેલી કોથમીર, અડધો કપ ફુદીનો, મીઠું સ્વાદાનુસાર,૪ લીલા મરચા ના ટુકડા,૧" આદુ ના ટુકડા,૧/૨ ટી સ્પૂન સંચળ પાઉડર. બઘી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં વાટી લો. ચટણી ઘટ રાખવી.

બાફેલા બટાકા , છોલી, છીણી લો. એમાં ઝીણા સમારેલા કાંદા મિક્સ કરી,પૂરણ તૈયાર કરો.

ચકરી સેવપૂૂરી

ચકરી સેવપૂૂરી બનાવવા માટેની રીત:

- એક પ્લેટમાં ચકરી ગોઠવવી.

- હરેક ચકરી પર બટેટા કાંદા નું પુરણ મૂકો.

- એના ઉપર ખજૂરની ચટણી, તીખી કોથમીર ફુદીના ની ચટણી રેડવી.

- ઉપર બેશન સેવ ભભરાવી.

- દાડમના દાણા થી સજાવી સર્વ કરો.

- ચકરી સેવપૂૂરી નો સ્વાદ માણો.

READ ON APP