ઇશરત કેસમાં મોદીની પણ થઈ હતી પૂછપરછઃ વણઝારા

|Tue Mar 13 23:59:00 IST 2018
Send Push
આરોપમુક્તિ માટે વણઝારાની અરજી નવી દિલ્હીઃ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી અને ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપી ડી. જી. વણઝારાએ એક ચોંકાવનારો દાવો કરતા કહ્યું છે કે, તપાસ અધિકારી (આઈઓ)એ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુપ્ત રીતે પૂછપરછ કરી હતી. આરોપમુક્ત કરવા માટે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં વણઝારાએ મંગળવારે કહ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીની પણ પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ આ મામલે કોઈ રેકોર્ડ રાખવામાં આવ્યો નથી. આના પરથી સાબિત થાય છે કે, આ કેસના રેકોર્ડમાં રહેલી તમામ સામગ્રી બીજું કંઈ નહિ, પણ માત્ર ખોટી વાર્તા છે. શું કહ્યું વણઝારાએ? વણઝારાએ પોતાની અરજીમાં કહ્યું છે કે, ‘એ તથ્ય પણ રહેશે કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તપાસ અધિકારીએ બોલાવ્યા હતા અને પૂછપરછ કરી હતી. જોકે આ કેસના રેકોર્ડમાં આવી સામગ્રી રાખવામાં આવી નથી. તત્કાલીન તપાસ ટીમ ઇચ્છતી હતી કે, રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચી તેમને આરોપી બનાવવામાં આવે. તે માટે ચાર્જશીટની આખી સ્ટોરી ઘડવામાં આવી.’ સીબીઆઈને જવાબ આપવા નોટિસ વણઝારા દ્વારા પોતાને આરોપમુક્ત કરવા માટે દાખલ કરેલી અરજી પર સ્પેશિયલ સીબીઆઈ જજ જે. કે. પંડ્યાએ સીબીઆઈને નોટિસ મોકલી 28 માર્ચ સુધી જવાબ માગ્યો છે. ભૂતપૂર્વ ડીઆઈજીએ ભૂતપૂર્વ ડીજીપી પી. પી. પાંડેને કેસમાંથી આરોપમુક્ત કરવાના આધાર પર ખુદને પણ આરોપમુક્ત કરવાની અપીલ કરી છે. વણઝારાએ કહ્યું છે કે, સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા સાક્ષીઓનાં નિવેદન ખૂબ જ શંકાસ્પદ છે. પ્રથમ દૃષ્ટિએ એ સાબિત કરવા માટે કોઈ સાક્ષ્ય નથી કે તેમની ચેમ્બરમાં રચવામાં આવેલા ષડયંત્રના પરિણામ સ્વરૂપ એન્કાઉન્ટ થયું, જેનો ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે. શું છે ઇશરત જહાં મામલો? મુંબઈની 19 વર્ષીય ઇશરત, જાવેદ શેખ ઉર્ફે પ્રાણેશ પિલ્લઈ, અમજદ અલી અકબરઅલી રાણા અને જીશાન જૌહર 15 જૂન, 2004ના રોજ અમદાવાદના કોતરગામ પાસે એક કથિત એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં હતાં. ગુજરાત પોલીસે એ વખતે દાવો કર્યો હતો કે, ઇશરત અને તેના ત્રણ સાથીઓ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા અમદાવાદ આવ્યાં હતાં. જોકે આ એન્કાઉન્ટરને ગુજરાત હાઈ કોર્ટના આદેશ પર રચાયેલી એસઆઈટીએ બનાવટી ગણાવ્યું હતું. આ સાથે એન્કાઉન્ટરની તપાસનો પણ આદેશ આપ્યો હતો. આ બનાવટી એન્કાઉન્ટરમાં માત્ર ડીજી વણઝારા જ નહિ, પણ અન્ય પોલીસ અધિકારીઓ પણ ફસાયા હતા. તેમાં ડીએસપી જે. જી, પરમાર, એસીપી એન. કે. અમીન અને એડીજીપી પી. પી. પાંડેનો પણ સમાવેશ થાય છે. વણઝારાની 2007માં થઈ હતી ધરપકડ 1987ની બેચના આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારા એન્કાઉન્ટર સ્પેશ્યિાલિસ્ટ માનવામાં આવે છે. પહેલા તેઓ ક્રાઇમ બ્રાંચમાં હતા અને પછી ગુજરાત એટીએસમાં પણ રહી ચૂક્યા છે. 2002થી 2005 દરમિયાન વણઝારાએ આશરે 20 એન્કાઉન્ટર કર્યાં હતાં, પરંતુ જ્યારે તપાસ થઈ ત્યારે જાણ થઈ હતી કે તમામ એન્કાઉન્ટર નકલી હતાં. 2007માં વણઝારાની ધરપકડ કરવામાં આવી હતી.
If you like this site, you will absolutely love our app. Download the NewsPoint India News app