Hero Image

IPL 2013 ફિક્સિંગ પર બોલ્યો ધોની, ખેલાડીઓનો શું વાંક હતો?

IPL 2013 મેચ ફિક્સિંગ પ્રકરણ પર બોલ્યો ધોની નવી દિલ્હી :  IPL 2013 મેચ ફિક્સિંગ પ્રકરણને પોતાના જીવનનો ‘સૌથી કપરો અને નિરાશાજનક’ તબક્કો ગણાવતા મહેન્દ્ર સિંહ ધોનીએ સવાલ કર્યો છે કે, ખેલાડીઓનો શું વાંક હતો? બે વખત વર્લ્ડકપ વિજેતા કેપ્ટને ‘રોર ઑફ ધ લાયન’ ડૉક્યૂડ્રામામાં આ મુદ્દા પર પોતાનું મૌન તોડ્યું છે. ભારતીય ક્રિકેટને હચમચાવી દેનારા આ પ્રકરણમાં મેનેજમેન્ટની ભૂમિકાને કારણે ચેન્નઈ સુપરકિંગ્સને 2 વર્ષ બેનનો સામનો કરવો પડ્યો હતો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો ગણાવ્યો જીવનનો સૌથી કપરો સમય ધોનીએ કહ્યું કે, ‘2013 મારા જીવનનો સૌથી કપરો સમય હતો. હું ક્યારેય આટલો નિરાશ નહોતો થયો, જેટલો તે સમયે હતો. આના પહેલા 2007ના વર્લ્ડકપમાં નિરાશા થઈ હતી, જ્યારે અમે ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગયા હતા પણ તેમાં અમે ખરાબ ક્રિકેટ રમ્યા હતા. 2013ની તસવીર અલગ હતી. લોકો મેચ ફિક્સિંગ અને સ્પૉટ ફિક્સિંગની વાતો કરતા હતા. તે સમયે આખા દેશમાં આ જ વાતો થઈ રહી હતી.’ ખેલાડીઓએ શું ખોટું કર્યું હતું? ધોનીએ હોટસ્ટાર પર પ્રસારિત પહેલા એપિસોડટટ ‘વૉટ ડિડ વી ડૂ રૉન્ગ’ માં કહ્યું કે, ખેલાડીઓને ખબર હતી કે, આકરી સજા મળવા જઈ રહી છે. તેણે કહ્યું કે, ‘અમને સજા મળવા જઈ રહી હતી, બસ એ જાણવાનું હતું કે, સજા કેટલી હશે. ચેન્નઈ સુપરકિંગ્સ પર 2 વર્ષનો પ્રતિબંધ લાગ્યો. તે સમયે મિશ્રિત લાગણીઓ હતી કારણ કે ઘણી બધી વાતોને તમે પોતાના પર લઈ લો છો. કેપ્ટન તરીકે આ જ સવાલ હતો કે, ટીમનું શું ભૂલ હતી.’ ટીમ અને મારા નામ ઉછાળવામાં આવ્યા
મિસ્ટર કૂલે કહ્યું કે, ‘અમારી ટીમે ભૂલ કરી પણ શું તેમા ખેલાડીઓ શામેલ હતા? તેમની શું ભૂલ હતી કે, તેમને આટલું સહન કરવું પડ્યું. ફિક્સિંગમાં જોડાયેલી વાતોમાં મારુ નામ પણ ઉછાળાયું. મીડિયા અને સોશિયલ મીડિયામાં એવું દેખાડવામાં આવ્યું જાણે ટીમ પણ આમાં શામેલ હોય, હું પણ શામેલ હોય. શું આ શક્ય છે. હા, સ્પૉટ ફિક્સિંગ કોઈપણ કરી શકે છે. એમ્પાયર, બોલર, બેટ્સમેન… પણ મેચ ફિક્સિંગમાં ખેલાડીઓ શામેલ હોય છે.’ મેચ ફિક્સિંગ મર્ડરથી પણ મોટો ગુનો ધોનીએ કહ્યું કે, ‘હું આ વિશે બીજાની વાત નથી કરવા માગતો પણ અંદરથી તે મને કચોટી રહ્યું છે. હું નથી ઈચ્છતો કે, કોઈપણ વસ્તુની અસર મારી રમત પર પડે. મારા માટે ક્રિકેટ સૌથી મહત્વનું છે.’ ધોનીએ ડૉક્યૂમેન્ટ્રીમાં કહ્યું કે, મેચ ફિક્સિંગ ખૂનથી પણ મોટો ગુનો છે. તેણે કહ્યું, ‘હું આજે જે પણ છું તે ક્રિકેટના કારણે છે. મારા માટે સૌથી મોટો ગુનો કતલ નહીં પણ મેચ ફિક્સિંગ છે. જો લોકોને લાગતું હોય કે, મેચનું પરિણામ અસાધારણ એટલે છે કેમ કે, મેચ ફિક્સ છે તો લોકોનો ક્રિકેટ પરથી વિશ્વાસ ઉઠી જશે અને મારા માટે આનાથી વધુ દુ:ખદ કંઈ નહીં હોય.’

READ ON APP