Video : રસ્તા વચ્ચે કાર પર ચઢી ગઇ મહિલા, તમાશો જોઇ લોકો પણ થયા હેરાન
દેશમાં ઘણીવાર એવા દ્રશ્યો જોવા મળી જાય છે કે જેને જોઇ તમે અંદાજો ન લગાવી શકો કે શું થઇ રહ્યુ છે. તેવા જ દ્રશ્યો સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વિડિયો એક મહિલાનો છે જે રસ્તા વચ્ચે ગાડી પર ચઢી જાય છે. તેટલુ જ નહી ગાડી પર ચઢી તે જોર જોરથી પગ પણ મારતી નજરે ચઢે છે.
સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડિયો ચીનનો હોવાનુ સામે આવ્યુ છે.
રસ્તા વચ્ચે ઝઘડાને જાહેરમાં લાવતી મહિલા એટલી ગુસ્સામાં દેખાઇ રહી છે, કે તેને તે પણ ભાન રહ્યુ નહોતુ કે તે રસ્તા વચ્ચે ગાડીની ઉપર ઉભી રહી ગઇ છે. આ મહિલા કાર ઉપર લગભગ 4 મિનિટ સુધી હંગામો કરે છે. જે દરમિયાન તેનો પતિ પણ તેની પત્નિને ગાડીની નીચે ઉતારવા માટે ગાડીની બહાર નિકળતો નથી. પતિ-પત્નિની વચ્ચે આ તમાશો સિગ્નલ પર થાય છે અને ગ્રીન સિગ્નલ થઇ ગયા બાદ પણ આ ઝઘડો શાંત થતો નથી. એવામાં તેની પાછળ સિગ્નલ ગ્રીન થવાની રાહ જોઇ રહેલી ગાડીઓ સાઇડથી નિકળવા લાગી હતી.
થોડી ક્ષણોમાં સમગ્ર તમાશાને લોકલ પોલીસ જોઇ તે બંન્નેને પોલીસ સ્ટેશન લઇને આવે છે. બાદમાં પોલીસને જાણ થાય છે કે તેનો પતિ લાઇસન્સ વિનાની ગાડી ચલાવી રહ્યો હતો. જેના કારણે તેને દંડ પણ થાય છે. વળી પત્નિને ચેતવણી આપીને છોડી દેવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
The post Video : રસ્તા વચ્ચે કાર પર ચઢી ગઇ મહિલા, તમાશો જોઇ લોકો પણ થયા હેરાન appeared first on Mantavya News.
READ ON APP